મનાલીની વાદીઓમાં પેરગ્લાન્ડીંગની સાહસિક સફર

skiing-in-manali

હિમાચલના પ્રવાસે નીકળીએ એટલે પ્રથમ ડેલહાઉસી, ધરમશાળા અને શિમલામાં રઝળપાટ કરવાનું મન થાય પણ જેને પ્રકૃતિના નૈસર્ગિક સૌન્દર્યના રસમાં ખોવાવું હોય એટલે એ યાત્રી મનાલી જરૂર પહોચે છે. વળી અમુક પ્રવાસીઓને બસ કે ટ્રેન , નૌકા નહિ પણ આકાશથી મનાલીના સૌન્દર્યને નિહાળવું હોય છે તેઓ પેરાગ્લૈનડીંગ કરી પક્ષીની માફક ઉંચેથી નિહાળે છે.
બિયાસ નદીના કાઠે  વસેલું ‘મનાલી’. સુંદર, મનમોહક  રળિયામણું અને ચારેબાજુથી પહાડોથી ઘેરાયેલું મનાલી હિમાચલ પ્રદેશની શાન છે.  . એકાદ પથ્થર કોતરીને નકશીકામ કરવું અલગ વાત છે અને આખેઆખા સેંકડો પહાડો કોતરીને ‘નકશીકામ’ કરવું તે અલગ વાત છે. મેં અહીંયાં ખૂબ જ અર્થસૂચક રીતે ‘નકશીકામ’ શબ્દ મૂક્યો છે, કારણ કે આ માર્ગ બનાવવાનું કામ કોઇ ‘નકશીકામ’ કરતાં પણ વધુ મુશ્કેલ હતું તે વાચકોને ખબર પડે!!! એક ખૂબ જ મહત્ત્વની વાત કહું. મનાલીથી લેહનું અંતર છે ૪૭૩ કિ.મી. …હા… ૪૭૩ કિ.મી. અને આ ૪૭૩ કિ.મી.ને આખ્ખેઆખ્ખા કોતર્યા છે ભારતીય લશ્કરે, ઇજનેરોએ અને હજારો મજદૂરોએ. એ વાત જ અજુબા  જેવી છે. મનાલીની મુલાકાત લેનારા દરેક પ્રવાસીએ રોહતાંગ પાસનું નામ તો સાંભળ્યું જ હશે. અને ૯૦ ટકા પ્રવાસીઓએ તેની મુલાકાત પણ લીધી હશે. રોહતાંગ પાસ તો મનાલીથી ફક્ત ૫૨ કિ.મી.ના અંતરે આવેલો છે. જ્યારે લેહ તો ૪૭૩ કિ.મી. પર છે. આ જ રસ્તા પર આગળ વધતા રોહતાંગ પાસ જેવા અનેક ‘પાસીસ’ અને અનેક દુર્ગમ પહાડો વટાવીને પહોંચાય છે ‘લેહ’. આ રૂટ જગતભરમાં સુવિખ્યાત છેએનાં ઘણાં જ કારણો છે. સૌપ્રથમ કારણ છે આ માર્ગમાં પથરાયેલું અમાપ કુદરતી સૌંદર્ય. બધાં જ વિશેષણો ફિક્કાં લાગે, બધાં જ સર્વનામો નિરર્થક લાગે, બધી જ ઉપમા ઓછી લાગે, બધી જ સરખામણી વામણી લાગે, સુંદર અને શ્રેષ્ઠ છે આ રૂટ!!! દરેક વળાંક પર આશ્ચર્ય  થાય  તેવું બનશે,  તે યાદ રાખવું.

kullu-manali-tour-packages

દરેક વળાંક પર જીજ્ઞાશા વધે. દરેક વળાંક પર પરમ તત્ત્વના પ્રખર પ્રભાવની ઝાંખી સામે બધું જ ઝાંખું લાગશે તે લખી રાખવું. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવાં આપણા દેશના સૌથી સુંદર રાજ્યોનું સંયોજન એટલું ભવ્ય છે કે આ રૂટ એક સ્વપ્ન સાકાર થતું હોય તેવી રીતે લથબથ કરી મૂકે છે આપણને!!! આમ કુદરતી સૌંદર્ય એ પ્રથમ અને મુખ્ય કારણ છે આ રૂટનું. પણ કુદરતી સૌંદર્ય ધરાવતાં તો અનેક સ્થળો છે આ દુનિયામાં, પછી આ રૂટ જ કેમ? કહેવાય છે કે મનુષ્યને સૌથી વધારે સંતોષ મળે છે ‘ચેલેન્જ’, એટલે કે ‘પડકાર’ ઉપાડી લેવામાં અને પછી તેમાં સફળ થઇને લક્ષ્ય પામવામાં… અહીંયાં અ જ વસ્તુ બરોબર લાગુ પડે છે. આ રૂટ સૌંદર્ય સિવાય એક પડકાર છે દરેક મુલાકાતીને, ચેલેન્જ છે દરેક સાહસિકને. પોતાની ક્ષમતા, જિગર, ખમીર પુરવાર કરવાની અને અંતે સફળ થઇને પોતાની જાત પાસે જ પોતાને પ્રમાણિત કરવાની પોતાના, ‘સત્ત્વ’ને પામવાની. આ રૂટ આખા વર્ષમાં ફક્ત ત્રણ મહિના માટે જ ખૂલે છે જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બસ… બાકીના નવ મહિના હવામાન તાબો લઇ લે છે આ રૂટનો.

લગભગ ૯૦ ટકા રૂટ પર બરફ જમાવી લે છે કબજો અને થિજાવી દે છે બધું. હવા, પાણી, રસ્તો અને થર્મોમીટરનો પારો પણ… ફક્ત ત્રણ જ મહિના. જાણે કુદરતરૂપી જાદુગર પરદો હટાવી લે છે ત્રણ મહિના માટે અને ખુલ્લું મૂકી દે છે તમારી સમક્ષ એક અનોખું અજાયબ વિશ્વ. માણી લો, જાણી લો મન મૂકીને… છિપાવી લો આંખોની ક્ષુધાને… છલકાવી દો હૃદયને… આ ત્રણ મહિના દરમ્યાન જાણે સજીવન થઇ જાય છે આ રૂટ. જગતના દરેક ખૂણેથી સાહસિકો ઊમટી પડે છે. સાઇકલ પર કોઇ ‘એક્સ્પેડિશન’ આયોજે છે તો કોઇક બાઇક પર, કોઇક મોટરકારમાં તો કોઇક વિરલાઓ એસ.ટી. બસમાં પણ ટુકડે ટુકડે યાત્રા કરે છે મનાલીથી લેહ સુધી. બરફથી છવાયેલા રહેવાથી ખવાયેલા ઉબડખાબડ રસ્તા, અતિ દુર્ગમ ચઢાણો, તમારી ‘ડ્રાઇવિંગ’ કાબેલિયતની પરીક્ષા કરતા જોખમી વળાંકો, ૧૧૦૦૦ ફૂટથી ૧૮૦૦૦ ફૂટ સુધીની ઊંચાઇએ પહોંચતા અતી વિકટ રસ્તાઓ, ક્યારેક બરફવર્ષાની મજા અને સજા પછી સજા ફરમાવતા સાંકડા ઘાટો, અતિઝડપે ફૂંકાતો તમારામાંથી આરપાર નીકળી જઇને તમને થથરાવી નાખતો કાતિલ પવન… આ બધાં જ વિષમ તત્ત્વો આ અતિવિશિષ્ટ યાત્રા. આ બધાં જ પરિબળો આકર્ષે છે, પડકારે છે સાહસિકોને, તેમના જિગરને.

દુનિયાની મહત્તમ ઊંચાઇ પર આવેલું આ સ્થળ, એટલે કે લદાખ એક એવો પ્રદેશ છે જે એક નશો છે સાહસિકો માટે, કેફ છે. ઉપરનાં કારણો સિવાય એક ત્રીજું કારણ છે અને તે છે તમારી શારીરિક તેમ જ માનસિક ક્ષમતાની કસોટી. થોડું વિસ્તારથી સમજાવીશ. રણ વિસ્તાર હોવાથી લદાખમાં વનસ્પતિનું પ્રમાણ નહીંવત્ બરાબર છે. આમ પણ આટલી ઊંચાઇએ હોવાથી હવા પાતળી જ હોય અને તેથી જ હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું જ રહે. આ ઉપરાંત વનસ્પતિ જ ન હોવાથી ઓક્સિજન કુદરતી રીતે જ વાતાવરણમાં ખૂબ જ ઓછો હોવાનો. અને આમ બંને પરિબળોને હિસાબે લદાખની હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વાચકોની જાણ ખાતર કહેવાનું કે મુંબઈમાં કે કોઇપણ તળેટીના પ્રદેશમાં એક વખત શ્વાસ લેવાથી જેટલો ઓક્સિજન આપણા શરીરમાં જાય છે એટલા જ પ્રમાણમાં ઓક્સિજન શરીરમાં જવા માટે લદાખમાં ચાર વાર શ્વાસ લેવો પડે છે એટલે આપણા શરીરને ટેવાતાં, આ વાતાવરણને અનુરૂપ થતાં થોડો સમય એટલે કે થોડા દિવસો લાગે છે. આ અનુરૂપ થવાની પ્રક્રિયાને ‘એક્લેમેટાઇઝેશન’ કહેવાય છે.

એટલે જ આ રૂટ પરના પ્રવાસ દરમિયાન તમારું શરીર વાતાવરણને અનુરૂપ થઇ જાય તે જરૂરી છે અને તે માટેના કેટલાક જરૂરી નિયમોનું પાલન પણ તેટલું જ જરૂરી છે તે જાણશો. કુદરતે આપણીશરીર રચના એટલી સુંદર રીતે કરી છે કે ફક્ત થોડા જ દિવસોમાં આ શરીર ગમે તેવી પરિસ્થિતિને અનુકૂળ થઇ જાય છે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s