બાલાસિનોર પેલેસ હોટેલ

509cba0f-bfda-4679-8377-34690d35733a
બાલાસિનોર પેલેસ જેને હોટેલમા પરિવર્તિત કરવામાં આવ્યો છે વિદેશી પ્રવાસીઓને આ પેલેસ બહુ પ્રિય છે.
શેહ્ઝાદી આલિયા સુલતાના ઓફ બાલાસિનોર અને ફરહત સુલતાના
શેહ્ઝાદી આલિયા સુલતાના ઓફ બાલાસિનોર અને ફરહત સુલતાના

જિલ્લામાં આવેલ બાલાસિનોર બાબરી વંશજોનું રજવાડું હતું. નવાબના મહેલ ‘ગાર્ડન પેલેસ’ ને આજે હોટેલ બનાવી દેવામાં આવેલ છે. બાલાસિનોરની નજીક રણોલી ગામ ખાતે પુરાતત્ત્વખાતા દ્વારા ખોદકામ કરતાં ડાયનોસરનાં ઈંડાં અને તેનાં કંકાલ મળી આવેલ છે. આ અવશેષોને રણોલી ખાતે સંગ્રહાસ્થાનમાં ગોઠવવામાં આવેલ છે. મહી નદી ઉપરનો વણાકબોરી ડેમ પણ મહત્ત્વનું પર્યટન સ્થળ છે. બાલાસિનોરની રાજકુમારીએ ડાયનોસરનાં ઈંડાં અને તેનાં કંકાલ  અવશેષોને રણોલી ખાતે સંગ્રહાસ્થાનમાં ગોઠવવામાં ખુબ સહયોગ આપ્યો હતો. તેમનું યોગદાન પણ ભૂલાય એવું નથી.

બાલાસિનોર નજીક ડાયનોસોર ના કંકાલ અને અશ્મી મળી આવ્યા છે જેની જાળવણીનું કાર્ય શેહ્ઝાદી ઓફ બલાસીનોરે પોતે કર્યું છે.
બાલાસિનોર નજીક ડાયનોસોર ના કંકાલ અને અશ્મી મળી આવ્યા છે જેની જાળવણીનું કાર્ય શેહ્ઝાદી ઓફ બલાસીનોરે પોતે કર્યું છે.

વર્ષ ૨૦૧૨માં વિશ્વભરના ૩૦ જેટલા મહારાજાઓ અને ધનકુબેરોનું ગુજરાતમાં આગમન થયું હતું. સર્વપ્રથમવાર ગુજરાતની ભૂમિ પર આવેલા આ રાજવી પરિવારના સભ્યો મહારાજાઓ માટેની ખાસ ટ્રેનમાં સેવાલિયા ખાતે આવી પહોંચ્યા બાદ, ત્યાંથી લક્ઝરી બસ મારફતે બાલાસિનોર આવ્યા  હતા. બાલાસિનોરના નવાબને ત્યાં શાહી રીતરિવાજ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવાબની મહેમાનગતિ માણી પરત રવાના થયા હતા. મહારાજાઓ અને ધનકુબેરોને જોવા માટે સેવાલિયા તેમજ બાલાસિનોર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ખાસ મહારાજાઓ માટે બનાવવામાં આવેલી મહારાજા એક્સપ્રેસ ટ્રેનનું સર્વપ્રથમવાર ગુજરાત ખાતે સેવાલિયામાં આગમન થયું હતું. ખેડા જિલ્લાના બાલાસિનોરના બાબી નવાબના મહેમાન બનેલા આશરે ૩૦ જેટલા રાજવી પરિવારના સભ્યો તેમજ ધનકુબેરો સેવાલિયા રેલ્વે સ્ટેશને ઉતરી ત્યાંથી લક્ઝરી બસમાં બાલાસિનોર ખાતે આવી પહોંચ્યા હતા. સેવાલિયા રેલ્વે સ્ટેશને રાજવીઓના સ્વાગત માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજવીઓ ટ્નમાંથી ઉતરી તેમની માટે ખાસ બિછાવવામાં આવેલી રેડ કાર્પેટ પરથી લક્ઝરી બસ સુધી પહોંચ્યા હતા. સેવાલિયા રેલ્વે સ્ટેશને વિવિધ દેશોના રાજવીઓને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાતની મુલાકાતે આવેલ દેશ વિદેશના આ રાજવીઓ દિલ્હીથી આગ્રા, ઉદયપૂર થઈ સેવાલિયા ખાતે આવ્યા હતા. સેવાલિયામાં રાજવીઓને બાલાસિનોરના નવાબ સલાબતખાનજી બાબી (નવાબ સાહેબ) ના પેલેસ ગાર્ડન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે  નવાબ સલાબતખાનજી, તેમના બેગમ ફરહદ સુલતાના બાબી તથા તેમના પુત્ર સલાઉદ્દિન બાબી દ્વારા મહેમાનોનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહી ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાંથી અમુક તાલુકાઓ લઈને આ નવા જિલ્લાની રચના કરવામાં આવેલ છે, જેનો સૌથી મોટો ભાગ આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે. મહી નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ પાડેલ છે અને કડાણા ખાતે મહી ઉપર મોટો ડેમ બંધાયેલ છે.

મહીસાગર જિલ્લો બાલાસિનોર, કડાણા (બાકોર), ખાનપુર (દીવાડા), લુણાવાડા, સંતરામપુર અને વીરપુર – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 715 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,500 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s