કચ્છના સુમરાસરમાં મન મોર બની થનગાટ કરે

કચ્છની મુલાકાતે પ્રવાસીઓ આવે ત્યારે માતાનો મઢ, ધોરડો, બન્ની, ભુજીયો ડુંગર, કાળો ડુંગર , હોડકા અને મુન્દ્રા, માંડવીની મુલાકાત લે છે પણ પોતાના બાળકોને સુમરાસરના કળા કરતા મોર દેખાડવાનું ચુકી જાય છે. વર્ષના આગમન સમયે ઘરની ચંદ્રશાળામાં  કે વાડામાં ને  વાડીમાં ટેહુક ટેહુક સાદ આપતા મોરલાનો હૃદયમાં થનગનાટ ઉભો કરે છે.  મોરના પંખનું આર્કષણ તો શામળિયા માધવને એટલું હતું કે, તેની કલગી તો માથે ધારણ કરી છે. સોળે કળા એ જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં જોઈને મન હરખાય તેમ સંપૂર્ણ કળા કરતા મોરને જોઈ ભલભલા પત્થરમાં પ્રાણ પુરાઈ જાય અને તે પણ સ્વ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જેમ ગાશે કે ‘મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે.’

દાયકા પૂર્વે કચ્છની વાડીઓમાં અને ગામડે ગામડે મોરના ટોળાંના ટોળાં વિચરતા હતા, જે આજે દુર્લભ બન્યા છે. જિલ્લામાં મોરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોર રાષ્ટ્રીય પક્ષી હોવા છતાં તેના સંરક્ષણ માટે કોઈ જ નક્કર પગલાં વહીવટીતંત્ર અને વન વિભાગ તરફથી લેવામાં આવતા નથી. કચ્છ જીલ્લામાં આવેલ સુમરાસર રાષ્ટ્રીય પક્ષી મોરની સૌથી વધુ વસ્તી ધરાવતું અભ્યારણ હતું ,પણ હાલ અહી મોરની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

કચ્છ જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા ગણતરી કરતાં માત્ર ૧૦૩૭૯ જેટલા જ મોર બચ્યા છે. જેને બચાવવા કચ્છના યુવાનો કામે લાગ્યા છે. ઉત્તરોતર એની વસતીમાં ઘટાડો નોંધાતો જાય છે. આ બાબતે પક્ષીવિદો ચિંતિત છે. કે આવનારા દસ વર્ષમાં તો મોરની જાતિ ખતમ થઇ જશે. ગામડામાં ઘરના આંગણે પ્રભાતમાં પરિવાર સાથે દાણા ચણવા આવતા અને થનગનતા મોરો હવે જોવા નહીં મળે. એનું કારણ શિકાર પ્રવૃત્તિ છે. રાત્રિના સમયે ઝાડ પર બેઠેલા મોરને આસનીથી પકડી શકાય છે. વધુમાં વાડીઓમાં ઝેરી દવાનો છંટકાવ પણ એટલો જ જવાબદાર છે. પરંતુ કચ્છમાં ‘‘મોર બચાવો અભિયાન’’ જાગૃત બન્યું છે. તાલુકાના સુમરાસર (શેખ)ની રણકાંધીએ પંજાબથી આવેલા ભજનસિંહ ધિલોને કચ્છને કર્મભૂમિ બનાવી છે.  તેવો મોરોની

Beautiful-Proud-Peacock-HD

છેલ્લા ચાર દાયકાથી સેવા કરે છે. અને મોરની વસતીમાં ખાસ્સો નોંધપાત્ર વધારો કર્યો છે. આજે એમની ગુરુનાનક વાડીમાં એક્સો જેટલા મોર રક્ષિત છે. વાડી પાસે ૬૩૫ હેકટરમાં બુઢારા રખાલ છે. જે અનેક પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે રખાલમાં વિચરતા તમામ પક્ષીઓ વાડીમાં ચણવા અને પાણી પીવા આવે છે. પક્ષીપ્રેમી એવા ભજનસિંહે મોરોના દાણા-પાણીની વ્યવસ્થા કરીને બાળકો જેવો પ્યાર કરે છે તેમજ રક્ષણ કરે છે. આમ, મોરોની સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થતો જાય છે છેલ્લા દાયકાથી વરસાદ પણ સારો થતો હોઇ મોટા ઘાસમાં એના ઇંડાનુંપણ રાની પ્રાણીઓથી રક્ષણ થાય છે. વન વિભાગ દ્વારા ચબૂતરાનું નિર્માણ થયું છે. તો મિરજાપર ગાયત્રી પરિવાર શાખા દ્વારા ૨૦ ૩ના અવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દર માસે દાણાની વ્યવસ્થા પણ કરી છે. આમ સુિવધામાં વધારો થયો છે. ગુરુનાનકવાડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘‘મોર બચાવો અભિયાન’’ માં ગાયત્રી પરિવારના યુવાનો સાથ સહકાર આપી રહ્યા છે એવું ટ્રસ્ટી ગોપાલસિંહની યાદીમાં જણાવાયું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s