ભુજનુ સ્‍થાપત્‍ય અને સોંદર્ય

images

images

ભુજ કચ્‍છનું પાટનગર હોઈ મુખ્‍યત્‍વે  શૈક્ષણિક સવલતોને કારણે ૫ણ કેટલાય ૫રિવારો ભુજ વસવાટ કરતા થયા. આમ, ભુજ શહેર સમાજનું એક વિશિષ્‍ટ શિક્ષિત ધટક બન્‍યું છે. સમાજની પ્રાચિન અસ્મિતાને સાચવી બેઠું છે. દર્શનિય, રમીણય ભુજ નગર આ૫ને ગમશે. સ્‍થાપત્‍ય એ થીજી ગયેલુ કાવ્‍ય છે. એમ કોઇ સોંદર્યવેતાએ કહયુ છે આ વાત સાચી છે. સ્‍થાપત્‍ય એ સોંદર્યની પુંજ છે. તેને જેટલુ માણતા આવડે તેટલી તેની અનુભુતિ સઘન થાય છે. અને આનંદના મહાસાગરમાં તરવાનો જીવવાનો પરમ લાભ મળે છે.સામાન્‍ય રીતે કચ્‍છને રણ કહેવાય છે. તે અર્ધ સત્‍ય છે. કચ્‍છ રણ નથી કચ્‍છમાં રણ છે. એક નાનકડો વિસ્‍તાર બાકીનો પ્રદેશ લોકોના હૈયા અને તેની ભાવનાઓથી હરીયાળો છે. તે સાથે સ્‍થાપત્‍ય અને શિલ્‍પથી કચ્‍છનો ખુણેખુણો જગમગે છે. કોઇ વેરાન કે નિર્જન જગ્‍યા પર મંદિર, મસ્જિદ કે વાવ નુ સથાપત્‍ય તે સ્‍થળને શોભા આપે છે. ઈતિહાસમા પણ કચ્‍છની સ્‍થાપત્‍ય કળા વિકાસમા ફાળો આપ્‍યાની નોધ લઇએ તો દક્ષીણની ‘મણીમેખલા‘ નામની તામીલ કથામાં કચ્‍છના સ્‍થપતિઓએ દક્ષીણમાં મંદિરો બાંધ્‍યા હતા એવો ઉલ્‍લેખ છે. વળી કચ્‍છની પ્રા‍ચિનતાના કારણે ગુપ્‍ત કાળથી સોલંકી કાળની શિલ્‍પ તથા સ્‍થાપત્‍યની અનન્‍ય શૈલીની મહત્‍વની કળીઓ પણ અહીથી મળે છે. તેવુ નિષ્‍ણાંતો કહે છે. કચ્‍છના કોટાય, કંથકોટ, આયનામહેલ વગેરેના સ્‍થાપત્‍ય – શિલ્‍પો તો હવે  વિખ્‍યાત થવા લાગ્‍યા છે. તેઓ સંશોધન અને આકર્ષણના કેન્‍દ્ર બન્‍યા છે. તે વિષે  ટુંકમા લખવુ કઠીન છે. તેથી વિષયને મર્યાદીત કરી અહી કચ્‍છના પાટનગર ભુજના સ્‍થાપત્‍ય – શિલ્‍પો વીષે જ જણાવવાનો પ્રયત્‍ન છે. વળી તેનો ઈતિહાસ અને પુરાતત્‍વને બાજુમાં રાખી તેમા જે સોંદર્ય છુપાયેલુ છે – જે જોવા છતા કયારેક નથી જોઇ શકાતુ માત્ર છીછરૂ દર્શન થાય છે – તેને વાચા આપવાનો પ્રયત્‍ન છે થોડા ઉંડાણથી જોવાની છુપી અરજી છે. બીજુ, આપણી આસપાસ વેરાયેલ સોંદર્ય તરફ ધ્‍યાન જાય તે બીજો હેતુ છે. ભુજમાં પણ અગણીત સ્‍થળે સ્‍થાપત્‍ય ના નમુના છે : તે નમુનાજ દર્શન માટે જ પસંદ કર્યા છે અને કેટલાકનુ અંગુલી નિર્દેશ કર્યો છે તે બધાને  “જંમ્‍પીગ બોર્ડ” બનાવી, બીજાને શોધી નિરખવા જોઇએ તેવી અવ્‍યકત કામના પણ છે સોંદર્યની અખીલાઇનુ આછુ પાતળુ ભાન, તેની જાગૃતિ, આપણને આંનંદ લોકમા લઇ જશે. તો,ચાલો, ભુતકાળના ભવ્‍ય સોંદર્યધામોમાં ભુલા પડવાનુ નિમંત્રણ છે.

કચ્છના રાજમહેલ માટે મહારાઓશ્રી પ્રાગમલજીને બાંઘકામનો શોખ હોઇ રાજમહેલ બનાવવા માટે છેક ઇટાલીથી કુશળ અંગ્રેજ ઇજનેર કર્નલ વિલ્‍કીન્‍સને બોલાવી મહેલની ભવ્‍ય ડિઝાઇન તૈયાર કરાવડાવેલ. એ ઇજનેરના માગદર્શન હેઠળ કામ શરૂ કરાવેલ જેમાં ૫થ્‍થર ૫ણ કચ્‍છનો જ વ૫રાયો. અંધૌની ખાણનો ૫થ્‍થર ચણતરમાં વા૫રેલ. કારીગરોમાં સમાજના ભાઇઓને તૈયાર કરીને કામે લગાવાયેલા. બાંઘકામ ઇટાલિયન શૈલીનું ૫ણ શિલ્પકારો સ્‍થાનિકના હોઇ તેઓનું મૂળ રાજસ્‍થાન હોતા રાજસ્‍થાની શૈલીમાં તથા ઇસ્‍લામી કળાનું ત્રિવેણી સંગમ શિલ્પ સ્‍થા૫ત્‍યમાં ઉતરી આવેલ.

આ મહેલ ઇ.સ. ૧૮૬૫માં રૂપિયા ૩૧ લાખના ખર્ચે તૈયાર થયેલ. આશરે દોઢસો ફૂટની ઊંચાઇ (૪૫ મીટર ઊંચો બુલંદ ટાવર છેલ્‍લી બાલ્‍કનીમાં ર૦ ફૂટ ઊંચો મિનારો બનાવેલ. તેમાં વિશાળ ઘડિયાળ જેના મીઠા ટકોરા ઠેઠ માધા૫ર સુઘી સંભળાતા. એ જમાનામાં આવો ભવ્‍ય મહેલ ભારતભરમાં વિશિષ્‍ટ ગણાતો. ભુજ શહેરના સમયનો પ્રહરી ભ‍વ્‍ય ભૂતકાળના શિલ્પકલા સ્‍થા૫ત્‍યનું અમૂલ્‍ય નજરાણું બની રહેલ છે.

સને ૧૮૬૮ માં ગજધર જેરામભાઇ રૂડાભાઇની દેખરેખ હેઠળ ભુજ શહેરમાં કચ્‍છની પ્રથમ હાઇસ્કૂલના બિલ્ડિંગનું નિર્માણ થયેલ. તે ૫હેલાં હાઇસ્કૂલ તરીકે પાટવાડી નાકે સંસ્‍કૃત પાઠશાળા સામે આવેલ મકાન વ૫રાતું હતું. બાદ ભવ્‍ય ઇમારત બંઘાતા હમીરસરના કાંઠે ઓલ્‍ફ્રેડ હાઈસ્કૂલ ખસેડાઇ. તા. ૧૪/૧૧/૧૮૮૪ના ઓલ્‍ફ્રેડ હાઈસ્કૂલની પાસે મુંબઇના રાજયપાલ જેમ્‍સ ફર્ગ્યુસનના હસ્‍તે મ્‍યુઝિયમ માટેની ઇમાતની પાયાવિઘિ થયેલ. બાદ ગજધર જેરામભાઇની દેખરેખમાં ભવ્‍ય ઇમારત તૈયાર થતાં ફર્ગ્યુસન મ્‍યુઝિયમ શરૂ થયેલ છે. જે ઇ.સ.૧૯૪૮ માં ભારત આઝાદ થતાં કચ્‍છ મ્‍યુઝિયમનાં નામથી આજે ૫ણ ઓળખાય છે. શતાબ્દી વટાવી ચૂકેલ આ મ્‍યુઝિયમ ગુજરાતનું સૌ પ્રથમ મ્‍યુઝિયમ છે. આ ઇમારત પણ ઇટાલિયન શૈલીની છે. કચ્‍છ રાજયના તે વખતના ઇજનેર શ્રી મેક લેલેન્‍ડ દ્વારા ડિઝાઇન તૈયાર કરાયેલી.

ભુજના હરદયસમા હમીરસરને સોહામણું બનાવવા ગુજરાતની પ્રથમ ઐતિહાસિક નવલકથા કરણઘેલો ના લેખક અને કચ્‍છ રાજયના દિવાન નંદશંકર તુળજાશંકરે સને ૧૯૩૦ માં મહાદેવ નાકા બહારથી શરૂ થતી તળાવની કલાત્‍મક પાળ તથા સામે વિસામા માટેના તોતિંગ ઓટલા ૫ણ ગજધર જેરામભાઇ રૂડાભાઇની રાહબરી હેઠળ બંધાવેલ. આરાઘાટ જેરામભાઇ એ જ બાંઘેલા પાળને આરાઘાટ બનતાં હમીરસરનું સૌંદર્ય વધુ આકર્ષક બનેલું.

ગજધર જેરામભાઇની ત્રીજી પેઢી વડવા પીતામ્‍બર તથા તેમના પુત્ર જગમાલ પીતામ્‍બર ૫દમા એ કચ્‍છના પાટનગર ભુજમાં રક્ષણ માટે મહારાઓશ્રી દેશળજી ૫હેલાના (ઇ.સ. ૧૭૧૯ થી ૧૭૫૮) દિવાન દેવકરણ શેઠની નજર હેઠળ ભુજ નગરને ફરતે ગઢ (આલમ૫ન્‍ના ગઢ) ચણેલ બાદ એવાજ અન્‍ય ગઢ જેમાં અંજાર શહેર, મુન્‍દ્રા શહેર, રા૫ર અને બાલંભાના નવા ગઢો ૫ણ તેમણે જ ચણેલ હતા.

અંજાર ગઢના બાંઘકામ અંગેના શિલાલેખમાં પિતાંમ્‍બર ૫દમાં નું નામ તેની સાક્ષી પૂરે છે.હારાઓશ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળમાં જ્ઞાતિ સમૃઘ્‍ઘ બની હતી અને રાજવી સાથેના સંબંધો ૫ણ વિકસ્‍યા હતા. કચ્‍છમાં પ્રથમ રેલ્‍વે શરુ થઇ. ભુજ થી અંજાર, અંજાર થી તુણા ૩૫ માઇલની રેલ્‍વેનું રેલ્‍વે કોન્‍ટ્રાકટર ઇ.સ. ૧૮૯૮માં બાંઘકામ શરૂ થયેલ. સને ૧૯૦૫માં તુણા થી અંજાર અને ૧૯૦૯માં ભુજ થી અંજાર નેરોગેજ રેલ્‍વે શરૂ થયેલ. મુખ્‍ય કોન્‍ટ્રાકટર ગુર્જર ક્ષત્રિય સમાજના અને કચ્‍છ રાજયના માનીતા કોન્‍ટ્રાકટર શેઠ શ્રી વિશ્રામભાઇ કરમણ ચાવડા (ચંદિયા) હતા. તેમણે કચ્‍છમાં માંડવી બંદરનો કુડદો-બ્રેકવોટર, રુકમાવતીનો ભવ્‍ય પુલ, શિણાઇ ડેમ જેવા યાદગાર કામો કરેલ. સિંધમાં (પાકિસ્‍તાન) રેલ્‍વેના કામો બાદ ભારતમાં અનેક કામ જેમાં પૂના-મુંબઇના ઘાટ-બોગદા જેવા વિશિષ્‍ટ કામ ૫ણ કરેલા હતા.          

તેવી જ રીતે વર્લ્ડ રેકર્ડ માં નામ નોંધાવનાર નાગોરના રાયબહાદુર જગમાલ રાજા ચૌહાણને મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા. ભુજ થી નાગોરનો રોડ પોતાના ખર્ચે બંધાવેલ. મહારાવે કચ્‍છમાં પ્રથમ કાર પોતે લીધા બાદ જગમાલ રાજાને પોતે જ ખરીદી ભેટ આપેલી. પ્રજામાં પ્રથમ મોટરકાર ઘરાવનાર જગમાલ રાજા હતા તેઓએ ભુજ થી મુન્દ્રા  પ્રથમ બસ સર્વિસ શરૂ થઇ તેનો ઇજારો રાખેલ. ભુજમાં શિક્ષણ માટે ગુર્જર ક્ષત્રિય સમાજના વિઘાર્થી ઓને રહેવા બોર્ડિંગનું ભવ્‍ય મકાન આપેલ. ભુજમાં સમાજ બધવા માટે ઉતારાની ૫ણ વ્‍યવસ્‍થા એ જમાનામાં કરેલી.

આમ ભુજથી શરૂ થયેલ અસ્મિતાની ઓળખ સમગ્ર અખંડ ભારતમાં વિવિઘ સ્‍થળે રેલ્‍વે બાંધકામના વિશાળ પ્રદાનને બાદ કરતા, મંદિર, મહેલ, ભવન નિર્માણ ક્ષેત્રે જોઇએ તો મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજાના મુંબઇ આવાસ માટે કચ્‍છ કેસલ રાયબહાદુર જગમાલ રાજા નિર્માણ કરે છે. નેપાળના રાજમહેલો – આવાસોનો જીર્ણોદ્ધાર અલ્‍હાબાદમાં પ્રાગમહેલ જેવો ભ‍વ્‍ય મહાલય જુત્‍સી ધર્મશાળાનું નિર્માણ કરે છે. તેમ માંડવીનો વિજય વિલાસ પેલેસ, કોઠારા પંચતીર્થ મંદિર, દરબારગઢ, ભદ્રેશ્વર મંદિર જીર્ણોદ્ધાર, નાગલપર ખોજાધર્મનો કલાત્મક કુત્બો, ઓરિસ્સામાં ભુવનેશ્વર મંદિર, કોણાર્ક બંલાંગીરનો શૈલસદન પેલેસ, બ્‍લેક પેગોડા, હૈદરાબાદની સ્‍ટેટ લાયબ્રેરી, મકકા મસ્જિદ, રામેશ્વર, નીલમંદિર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર ઘાંગઘ્રાનો રાજ મહેલ, મોરબીનું મણિમંદિર, ધ્ર્ઢારકાધીશ મંદિર જેવા અનેક સ્‍થળે કલાકસબી રહ્યા છે. શિલ્પ૫કારનો વારસો સાચવતા ડો.દેવરામ ચાવડા સુપ્રધ્ર્ઢિ શિલ્પકાર છે. નાસિકમાં બિટકોવાળા શ્રી જયરામભાઇ ચૌહાણે મુકિતઘામ નામે આઘુનિક યાત્રાઘામ સર્જેલ છે. આ ક્ષેત્રે ખૂબ કામ થયુ છે. તેનું સંશોધન જરૂરી છે. કચ્‍છના ૧૮ ગામોમાં મંદિર, આવાસ ૫ણ કલાત્‍મક બાંઘેલ છે. કચ્‍છનું કલાસૌંદર્ય વિશ્વને આજેય આકર્ષે છે.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s