કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા : પછમજો કેશરી કચ્છ પાંજો

pragmalji     kutch craft 1

ભૉમ ભારત મથે ભાગ્ય રેખા જડેં, આરખેં તે ઉત્તમ હિંદ માતા.
કલમ કાગ઼ર છડે કલ્પનામેં જિરા, મગન થિઈ વિઠા વા ધ્વજગ્રાતા,
ભાલતા કંકુ પૅતો ખિરીનેં, ધરેં દેહ કાગ઼ર મથે કચ્છ પાંજો.
પાદશા પ્રેમજો, નેકનેં નેમજો, પછમજો કેશરી કચ્છ પાંજો…..૧.

images

ધામ ધીણોધર પરમ પાવન જિતે, આય પછમાઈ ઉત નેત્ર નમણું.
નેં ભુજીયો ઈં ઉભો ભાવસેં, હોય દાતાર કર ભુજ જિમણું.
પારીયા પ્રેમજા અઈં પોઠ્યા ઉતે, લજે નં માડૂ જિતે ભૅમાન નાં જો.
પાદશા પ્રેમજો, નેકનેં નેમજો, પછમજો કેશરી કચ્છ પાંજો…..૨.

images

ગામ ગામે જિતે દેવ-દાતાર અઈં, હથ રખી મુછતેં દાન ડીંતા.
ફર્જજે નાં મથે લાલ લુંટાયનેં, વટજા ટુક્કર ઈ ફિરી ઉથીંતા,
નેં મુલકતેં મામૂર માડૂ હલંધે મિલે, જિતે પૂજાજેં નારીયું સિભુસાંજો.
પાદશા પ્રેમજો, નેકનેં નેમજો, પછમજો કેશરી કચ્છ પાંજો…..૩.

maharao-khengarji-pragmalji-iii-b-1866-r-1876-1942-of-kutch-1879

“સ્વપ્ન” સૃષ્ટીજો સુલભ સંગમ જિતે, પ્રેમસેં પગ઼ પખારે પીયુંતા.
ભોમ-માભૉમ તેં ઑખીપો કો અચે, અસીં લાય સિર હથમેં ડીંયુંતા.
નેસડ઼ે નેસડ઼ે નીર નેં ખીરજા, સપ્ત સાગર ભર્યા, ઈ કચ્છ અસાંજો.
પાદશા પ્રેમજો, નેકનેં નેમજો, પછમજો કેશરી કચ્છ પાંજો…..

kutch craft 2

ભુજ ૪૫૦ વર્ષ જુનું પુરાતન નગર છે.તા. ૨૬-૧-૨૦૦૧ ના વિનાશક ભૂકંપમાં આ ઇમારતોને ગંભીર નુકસાન થયું, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કચ્છ આ વિનાશક ભૂકંપની ઘટના માંથી બહાર નીકળી ફરી બેઠું થઇ ગયું છે. કચ્છની વાત આવે એટલે અહીની સ્થાનિક હસ્તકલા અને કારીગરીને કેમ ભૂલાય? હોડકા, ખાવડા, ભુજોડીના હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક (અહી બાળકો માટે ખાસ મ્યુઝીયમ તૈયાર થઇ રહ્યું છે ખાસ વાત આપણા પાર્લામેન્ટ હાઉસની અદલ કોપી જેવું આ બાળ મ્યુઝીયમ જોવા જેવું છે) અને કસબ જેવા હેન્દીક્રાફ્ટના સ્થળની મુલાકાત લેવા જેવી છે. ૧૯૪૭ પછી કરાંચીની અવેજીમાં કંડલાને બંદર બનાવવામાં આવ્યું અને ગાંધીધામ નિરાશ્રીતોની વસાહત હતી. ભૂજમાં કેટલીક જૂની ઐતિહાસિક ઇમારતો છે જેવી કે જમાદાર ફતહેર મહંમદની કબર, પન્ના મસ્જીદ, ખ્યાતનામ આયના મહલ અને રાલાખાની છત્રી સાથેનો રાવ પ્રાગમલજીનો રાજમહેલ, નગરની દિવાલોમાં યાદગાર પથ્થરો છે. જુનો કિલ્લો, છાવણી અને ભુજિયો ડુંગરનો કિલ્લો, દેસલસર અને હમીસર સરોવરો શહેરને સુંદરતા બક્ષે છે. હમીરસર સરોવર મનપસંદ સ્થળ છે. જયાં લોકો રજાના દિવસે મોટી સંખ્યામાં આવે છે. અગાઉ ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું કચ્છ સંગ્રહાલય મહારાવ ખેંગારજીએ સ્થાપ્યું હતું. ગુજરાતમાં તે સૌથી જુનું સંગ્રહાલય છે અને તે કચ્છના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવે છે. અહીના સંગ્રહાલયમાં કચ્છવર્કનું ચાંદી કામ, બારીક ભરત ગુથણના નમુના, ચર્મ કળા, કાષ્ઠ કળા, કમાંન્ગીરી શૈલીના ભીત ચિત્રો, કચ્છના પરંપરાગત લોક વાદ્ય, યુદ્ધમાં વપરાતા હથીયાર – બખ્તર , જુનું કચ્છી ચલણ કોરી વગરે જોઈ શકાય. વિખ્‍યાત સ્વામીનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, ભૂજંગ નાગ કે સર્પમંદિર, સુરલ ભીટ, શિવ પારસ , ટપકેશ્વરી, કેસરબાગ- માધવ ભાગ , મોચીરાઈ – સુખપુર , ચાળવા, રખાલ, ધોળાવા, મકનપુર ધોંસા , રુદ્રાણી , બેઝ આઇસોલેશન, બેઝ આઇશોલેશન ટેકનીકથી બનેલ સ્ટેટ ઓફ આર્ટ સિવિલ હોસ્પિટલ, રાજાશાહી સમયની ઘોડાર, યક્ષ-બોતેરા, સુમરાસર કળા રક્ષા, સૃજન… કચ્છના અગાઉના રાજવીઓની કુળદેવી આશાપુરી માતાના મંદિર સહિત શહેરમાં કેટલાક મહત્વના મંદિરો છે. અહીં જિનદત્ત સુરીશ્વરજીના સંભવનાથ મંદિર તરીકે ઓળખાતા જૈન મંદિરો પણ છે. ભુજમાં પોસ્ટ ઓફીસ સામે આવેલ જૈન ભોજનાલય યાત્રીઓના આર્કષણનું કેન્દ્ર છે.અહી લગાન અને હમ દિલ દે ચુકે સનમ, ગુડ રોડ જેવી ફિલ્મોના પણ શુટિંગ થઇ ચુક્યા છે.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s