મુંબઈ નગરીયા : સિદ્ધિ વિનાયક મંદિર

 

મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરનું મહાત્મય ફક્ત મુંબઈ કે મહારાષ્ટ્ર પૂરતું સીમિત નથી. મૂળ મંદિરની સ્થાપના 19 નવેમ્બર 1801 એટ્લે કારતક સુદ 1723ના રોજ ગુરુવારે થઈ હતી. મંદિર બાંધવાનો વિચાર દેઉતાઈ પાટિલ નામની મહિલાને આવ્યો હતો. દેઉ તાઈ પાટિલ નિ:સંતાન હતી એ ગણેશજીને પ્રાથના કરતી ત્યારે કેહતી કે ‘ હે દેવ વિનાયક ! ભલે તમે મને નિ:સંતાન રાખો પણ જે કોઈ અન્ય મહિલા તમારા મંદિરમાં આવી પુજા કરે તો તેનો ખોળો ભરાય તેવા તમે આશીર્વાદ આપજો’. લોક વાયકા પ્રમાણે કૃપાળુ સિદ્ધિ વિનાયક ગણેશજીએ હકારમાં માથું ફેરવ્યું. એટ્લે જ તો તેઓ નવશાળા કે નવસાચા ગણપતિ તરીકે લોકપ્રિય છે. પ્રભાદેવી કાકા સાહેબ ગાડગિળ માર્ગ અને એસ.કે.બોલે માર્ગના ખૂણા પર આવેલા આ જંકશન પર ટ્રાફિકનું પ્રમાણ ઘણું રહે છે. બે ફૂટ છ ઇંચ ઊંચી અને બે ફૂટ પહોળી જમણી સૂંઢવાળા શ્રી સિદ્ધિવિનાયકની મુર્તિ એક જ કાળા રંગના પત્થરમાથી કંડારવામાં આવી છે. દેવના ઉપલા જમણા હાથમાં કમળનું ફૂલ અને ડાબા હાથમાં કુહાડી છે. નીચલા જમણા અને ડાબા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં મોદક છે. તેમના ડાબા ખભેથી પેટની જમણી બાજુ સુધી સર્પ છે જે જનોઈ જેવો દેખાય છે. તેના કપાળ પર ત્રીજું નયન છે જે શંકર ભગવાનના ત્રીજા નયન જેવુ દેખાય છે. શ્રી સિદ્ધિવિનાયકની મુર્તિની એક તરફ રિદ્ધિ અને બીજી તરફ સિદ્ધિની મુર્તિઑ છે. થોડા વર્ષો પછી જામભેકર મહારાજે પૂજારી ગોવિંદ ચિંતાણ ફાતકને શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સાર સંભાળ લેવાનું અને મુર્તિની નિયમિત પુજા અર્ચના કરવાનું કહ્યું. શ્રી જામ્ભેકર મહારાજનો મઠ દાદર પાસે દરિયા કિનારે છે. એક અડસટ્ટા પ્રમાણે શ્રી સિદ્ધિવિનાયક મંદિરને વર્ષે દહાડે એકથી દોઢ કરોડ રૂપિયાનું દાન મળે છે અને મુંબઈના સૌથી શ્રીમંત મંદિર તરીકે સિદ્ધિ વિનાયકની ગણતરી થાય છે.અહી હોલીવુડ કે બૉલીવુડના આર્ટિસ્ટ પણ પોતાની માનતા પૂરી કરવા માટે પગપાળા આવે છે. બિગ બી પણ સિદ્ધિવિનાયક દેવના ભકત છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s