મુંબઈ નગરીયા : મહાલક્ષ્મી મંદિર

img4_b

હાજી અલી દરગાહથી લગભગ પડખે જ આવેલું આ પ્રમુખ અને પ્રાચીન મંદિર મુંબઈ નગરીની શાન છે. અંદાજે ઇ.સ ૧૭૮૫માં બંધાયેલા આ મંદિર સાથે હોનર્બી વેલાર્ડનો ઈતિહાસ પણ સંકળાયેલો છે. વેલાડો એટ્લે વાડ, પાળ કે બંધ, દરિયાની ભરતીના રક્ષણ માટે એક તરફ મોટી પાક્કી પાળ બાંધવામાં આવી હતી, પણ તે બે વખત તૂટી ગઈ હતી. પાળ ટકતી જ નહોતી. એક રાત્રે ઇજનેરને સપનું આવ્યું અને તેમાં એમને લક્ષ્મીમાંના દર્શન થયા. લક્ષ્મીજીની મુર્તિ વરળી નજીકના દરિયામાં હતી. આ મુર્તિને દરિયામાથી બહાર કાઢી તેની વિધિસર પુજા અર્ચના કરવામાં આવી હતી, તે સ્થળ એટ્લે આજનું મહાલક્ષ્મી મંદિર. લક્ષ્મીજીની સ્થાપના પછી ભીત નવેસરથી બાંધવામાં આવી હતી અને તે ટકવા પામી હતી. અન્ય એક લોક વાયકા મુજબ જ્યારે દક્ષિણ અને ઉત્તરના ટાપુઓને જોડવા માટે બ્રિટિશ ઇજનેરો કોઝવે બાંધી રહ્યા હતા, ત્યારે પાયો નાખતી વખતે દરિયામાં ભેદી ભરતી આવતી હતી અને તેના લીધે ઇજનેરો કામ આગળ વધારી જ નહોતા શકતા. પણ એક રાત્રે ત્યાં કામ કરતાં એક મજૂરને લક્ષ્મીજી સપનામાં આવ્યા અને કોઝવે બંધાતો હતો એ જમીન હેઠળથી તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો. સપનાની વાત મજૂરે તેના ઉપરીને કહી. મસલતો પછી ઇજનેરોએ મજૂરની વાતને ચકાસવા માટે જમીન ખોદવાનું શરૂ કર્યું. અને ઘણે ઉંડેથી તેમને ખરેખર લક્ષ્મીજીની મુર્તિ મળી હતી. આ મુર્તિને બહાર કાઢી તેની સ્થાપના કરીને ત્યાં મંદિર બાંધવામાં આવ્યું હતું. આ ત્રણ દેવીઑ નાકમાં નથણી, હાથમાં સોનેરી બંગડી અને ગળામાં મોતીના હારથી શોભાયમાન છે. મહિસાસૂર મર્દીની મહાલક્ષ્મી વાઘ પર સવાર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s