મુંબઈ નગરીયા : ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ડોકિયું અમૃત ગંગર દ્વારા કરવામાં આવ્યું

untitled-10_1428097721
ભારતીય સિનેમાનાં ૧૦૦ વરસના ઈતિહાસની ઝાંખી કરાવવા માટે કાંદિવલીમાં વકતા તરીકે આવેલા અમૃત ગંગરે  ૩૦ મિનિટની ફિલ્મ પ્રદર્શિત કરવા સાથે  પોતાની કોમેન્ટરી પણ આપી અને જુદા- જુદા સમયકાળ, જુદી- જુદી ફિલ્મોના અર્થઘટન કર્યા ત્યારે શ્રોતાગણ અવાચક અને આનંદમય થઈ ગયા હતા. કળા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસારનું કાર્ય કરતી કાંદિવલીની સંસ્થા સંવિત્તિએ કેઈએસ (કાંદિવલી એજયુકેશન સોસાયટી)ના સહયોગમાં તાજેતરમાં  જાણીતા સર્જક- લેખક- ક્રિટિક અને ઈતિહાસકાર  અમૃત ગંગરના વકતવ્યનું  આયોજન કર્યું  હતું.
 
આમાં ધૈર્યના સો વરસ- ભારતીય ચિત્રપટ ઈતિહાસની ઝાંખી   અને કાંદિવલી- એક નદીની ગાથા ડોકયુમેન્ટરી બતાવાઈ અને તેનું સુંદર -અર્થસભર તેમ જ વિચારપ્રેરક વર્ણન પણ કરાયું હતું. કાંદિવલી એજયુકેશન સોસાયટીના સહયોગમાં  પંચોલિયા હોલ, ટી.પી. ભાટિયા કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અઢીસોથી ત્રણસો રસિકજનો હાજર રહ્યા હતા. આરંભમાં સંવિત્તિના પ્રેસિડેન્ટ કીર્તિભાઇ શાહે આવકાર સાથે અમૃતભાઈનો પરિચય આપ્યો હતો, જયારે ગીતજ્ઞ હાર્દિક ભટ્ટે રામનવમી નિમિત્તે ભગવાન રામની કથાનું ગીત ગાઈને સ્વાગત કર્યું હતું.  
 
કાંદિવલી -એક નદીની ગાથા વિશેની સાત મિનિટની દસ્તાવેજી ફિલ્મ બતાવતાં તેમણે કાંદિવલીમાં આઝાદીના સમયમાં  પોઈસર અને દહાણુકરવાડીમાં નદી હતી એ હકીકત સાબિત કરતાં દશ્યો બતાવ્યાં હતાં, જે છેલ્લાં કેટલાંક વરસોથી નાળાં બની ગયાં છે.આ ઉપરાંત ગંગરે એક વધુ રોમાંચક ડોકયુમેન્ટરી ફિલ્મ નેશનલ શિપબિલ્ડિંગ વિશેની બતાવી હતી, જે આઝાદી પહેલાં સિંધિયા સ્ટીમશિપ નામની કંપનીએ કઈ રીતે વરસોમાં જહાજ બાંધકામનું કાર્ય હાથ ધર્યું હતું, તેના માલિકોએ એ સમયે કેવા પડકારો ઝીલ્યા હતા તેનો ચિતાર આવતો હતો. આ ડોકયુમેન્ટરીની વિશિષ્ટતા એ હતી કે તેમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મોતીલાલ નેહરુ, નાની બાળકી  ઈન્દિરા, ડો. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી, સરોજિની નાયડુ  વગેરે જેવા દિગ્ગજો  સાથેનાં દશ્યો હતાં.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s