મુંબઈ નગરીયા : બોમ્બે સ્ટોક એક્સચેન્જ

1355745171bombay-stockexchange

ચર્ચગેટના ઓવલ મેદાન તરફથી બે ટાવરો મુંબઈ નગરીને પ્રતીકાત્મક રીતે રજુ કરતા દેખાય . એક વિશ્વવિદ્યાલયનું હજી ટકોરાબંધ ઘડિયાળવાળું રાજાબાઈ ટાવર અને બીજું શેરબજારનું ફિરોઝ જીજીબાઇ ટાવર . અમૃત ગંગરના શબ્દોમાં મુંબઈગરા આપણી મુંબઈ નગરી , આમચી મુંબઈ એટલે વિદ્યાની દેવી સરસ્વતી અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીનો સુમેળ . 150 વર્ષ પછી રાજાબાઈ ટાવર એમનું એમ ઉભું છે, જયારે આપણા મહાડાના મકાન 2-3 વર્ષમાં ખખડવા માંડે છે . શેરબજાર એટલે આપણા ગુજરાતીઓનો ગઢ છે . મુંબઈ શેરબજારનો ઉદભવ ઈ . સ 1851 માં એટલે મુંબઈ વિશ્વવિદ્યાલયથી 6 વર્ષ અગાઉ થયો હતો . તેમના માહિતી સભરલેખ ” હિસ્ટ્રી ઓફ ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ” માં સંશોધક અને મુંબઈ વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગના રીડર નીરજ હાટેકર લખે છે તેમ બોમ્બે ગ્રીન (ટાઉનહોલ સામેનો અત્યારનો હોર્નીમલ સર્કલ વિસ્તાર)માં એક વડના વૃક્ષ નીચે બાવીસ શેર દલાલો અનોપચારિક રીતે મળતા અને શેર સટ્ટો રમતા . દરેક દલાલ અંકે એક રૂપિયાનું રોકાણ કરતો . 22 શેર દલાલોનું આ વૃંદ “ધ નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસીએશન” તરીકે ઓળખાતું હતું . જયારે કંપનીઓ નહોતી ત્યારે પણ મુંબઈ નગરીમાં શેર બજાર ઉદભવી ચૂક્યા હતા . છેક 1847માં સુરતના વેપારીઓ એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ અને બ્રિટીશ ટુરિસ્ટો સાથે મળીને કાગળ ઉત્પાદન કરવા માટે એક જોઈન્ટ સ્ટોક કંપની બનાવવાનું વિચાર્યું હતું . રૂ . 200ના 500 શેરોવાળી એક લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપિટલની આ કંપની સ્થાપવાનું વિચારાયું હતું . પ્રમોટરો એ વિચાર પડતો મુક્યો હતો ત્યાં સુધીમાં તો 200 શેરો વેચાઈ ગયા હતા . પછી તેમણે કાગળ નહિ પણ કાપડની કંપની શરુ કરવાનું નક્કી કર્યું હતું . એ વાત સાચી છે કે 150 વર્ષ અગાઉ સ્વદેશીઓએ જોઈન્ટ સ્ટોક કંપની અને શેરબજારની કલ્પના કરી દીધી હતી . ઈ . સ 1854 માં ધ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની પાંચ લાખ રૂપિયાની શેર કેપિટલ(5,000 રૂપિયાના 100 શેરો) વડે સ્થપાઈ હતી . મોટા ભાગના શેરો પ્રમોટરો તેમજ ઓળખીતા પાળખીતા પારસી અને ગુજરાતી વેપારીઓના હાથમાં હતા . 6 વર્ષના ટૂંકા ગાળામાં તો મુંબઈ નગરીમાં દસેક કાપડની મિલો ઉભી થઈ ગઈ હતી અને તેમાં 6,600 લોકો કામ કરતા હતા . આ ગાળામાં સ્ટોક એક્ષ્ચેજ કે શેરબજારનું હોવું સ્વાભાવિક હતું . શેરોની લે વેચ કરતી વ્યક્તિઓ ઉદ્યોગ પણ સ્થાપી રહી હતી . નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના સભ્યોમાં પ્રેમચંદ રોયચંદ જેવા અગ્રેસર શાહ્સોદાગરોનો સમાવેશ થતો હતો .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s