મુંબઈ નગરીયા : તાજમહાલ હોટેલ

Taj

ગેટ વે ની સામે  જાજરમાન તાજ હોટેલની મુલાકાત તો લેવી જ રહી. 

              થોભો , અહીં ફક્ત પ્રવેશ ગોરાઓ માટે જ છે એમ કેહવામાં આવતા”, દુખી થવાને બદલે પડકાર ઝીલી લઇને ઝોરોસ્ત્રિયન જમશેદજી ટાટાએ મનમાં ગાઠ વાળી કે, બ્રિટીશર કરતા વધુ આલીશાન હોટેલનું તેઓ નિર્માણ કરાવશે . ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો સામનો સત્યાગ્રહના હથિયારથી કર્યો હતો, પણ જમશેદજીએ તો સંકલ્પશક્તિ દ્વારા અંગ્રજોનું નાક કાપીને ગૌરવ સમી તાજ હોટેલ ઉભી કરીને ભારતીયોને સન્માન અપાવ્યું . આમાં મુંબઈગરાનું સ્વાભિમાન ને દેશપ્રેમ પણ તો ખરો જ . સંશોધકના મત મુજબ એ વખતના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બ્રિટીશ તંત્રીના સુચનથી જમશેદજી ટાટાએ તાજ મહાલ હોટેલ બાંધી હતી . આ પાંચ સિતારા હોટલનું મકાન 1903ના વર્ષમાં બંધાઈ ચુક્યું હતું . એટલે 107 વર્ષ પેહલા 16 ડીસેમ્બર 1903ના દિવસે તેમાં સૌ પ્રથમ મેહમાનો પ્રવેશ્યા હતાં . તેના ઇન્ડોસારાસેનિક શૈલીના સ્થાપત્ય ભવ્ય મકાનમાં જુદી જુદી કક્ષાનાં કુલ 565 ઓરડાઓ છે . આ મકાનના મૂળ ભારતીય આર્કિટેક હતાં સીતારામ ખાંડેરાવ વૈદ્ય અને ડી . એન . મિર્ઝા . પછી એ પ્રોજેક્ટને પૂરો કરનાર હતા બ્રિટીશ ઈજનેર ડબલ્યુ એ . ચેમ્બર્સ . મકાનને બાંધનારા પારસી સજ્જનનું નામ હતું ખાનસાહેબ સોરાબજી રતનજી કોન્ટ્રેકટર . હોટેલની મધ્યનો જે સુંદર દાદરો છે જેને ફ્લોટિંગ સ્ટેરર્કેસ કહે છે, તેની ડીઝાઇન સોરાબજી બાવાએ કરી હતી . તે સમયે  હોટેલના નિર્માણનો ખર્ચ અઢી લાખ પાઉન્ડ થયો હતો. ૨૬/૧૧ના રોજ ગોઝારા આતંકવાદી હુમલાને પગલે  અહી ઘણું આર્થિક નુકસાન થયું અને નિર્દોષ યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા, પણ માલિક રતન તાતાના મક્કમ મનોબળ અને સૂઝને પગલે હોટલ ફરીથી ધમધમવા લાગી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s