મુંબઈ નગરીયા : જહાંગીર આર્ટ ગેલેરી

1355744389jehangir-art-galleryકલ્પના સૃષ્ટીને સ્વપ્નમાં તો આપણે સાકાર કરીએ છીએ , પણ સ્વપ્નના ચિત્રમાં રંગ તો ભરવો પડે ને એટલે જ લાગે છે કે , આ કારણસર જ ચિત્રલીપી કે ચિત્રકળાનો ઉદભવ થયો હશે . ભક્ત જેમ ભગવાનનો સાધક હોય છે તેમ કલાકાર કળાનો સાધક હોય છે . તો આ કલાકારોની જહાંગીર આર્ટ ગેલેરીને આપણે તો યાદ રાખવી જ પડે . કાલા ઘોડા પરિસરમાં આવેલી મુંબઈની બીજા નંબરની સૌથી જૂની જહાંગીર આર્ટ ગેલેરી બુક કરવી હોય તો કલાકારોને વર્ષો સુધી રાહ જોવી .પડે છે . મુંબઈની આ સૌથી વિખ્યાત આર્ટ ગેલેરી પણ છે, જે મુંબઈ બહારથી આવતા ટુરિસ્ટો માટેનું પણ લેન્ડમાર્ક સ્થાન છે . લગભગ છ દાયકા જૂની આ ગેલેરીના સ્થાપક હતા સર કાવસજી જહાંગીર અને તેમને એ માટે પ્રેરણા આપનારા હતા કલાકાર કે . કે . હેબ્બર અને કલારસિક વૈજ્ઞાનિક હોમી ભાભા . આ વાત 1946 ની છે . એ પછી 1952 માં જહાંગીર આર્ટ ગેલેરી અસ્તિત્વમાં આવી હતી . તેની વ્યવસ્થા બોમ્બે આર્ટ સોસાયટી સંભાળે છે . જહાંગીર આર્ટ ગેલેરીની વાત કરીએ તો સર કાવસજી જહાંગીરે સરકારને ગેલેરી સ્થાપવા માટે અઢી લાખ રૂપિયા આપ્યા હતા જમીન સરકાર આપે એ શરતે . સરકારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમના કંમ્પાઉન્ડનો એક ભાગ ગેલેરી માટે ફાળવ્યો . અને ત્યાં બે વિશાળ ખંડોવાળી ગેલેરી ઉભી થઇ જેને તેના દાતા સર કાવસજી જહાંગીર નામ અપાયું . સર કાવસજી જહાંગીરની સખાવતો તો લેજન્ડરી છે . દા।ત, એલ્ફિસ્ટન કોલેજ, ફોર્ટની મુંબઈ યુનિવર્સિટીનો કોન્વોકેશન હોલ, હાલની નેશનલ ગેલેરી ઓવ મોર્ડન આર્ટ . રીગલ સિનેમા અને પ્રિન્સ ઓવ વેલ્સ મ્યુઝીયમની સામે ખૂણા પર આવેલા અગાઉના આર સી . જે . હોલ માં હિન્દુસ્તાની સંગીતના ઘણા કાર્યક્રમો થતા હતા . આ ઉપહાર છે સર કાવસજી જહાંગીરનો મુંબઈ ને દેશ માટે . 1947 માં જયારે દેશ આઝાદ થયો ત્યારે કળા સહીત સાંસ્કૃતિક દિશામાં નવો જુવાળ પ્રસરી રહ્યો હતો . આ સમયમાં પ્રોગ્રેસીવ આર્ટિસ્ટ ગ્રુપે મુંબઈમાં મંડાળ કર્યા . તેના સ્થાપક સભ્યોમાં હતા કે . એચ . આરા, એસ . કે . બકરે, એમ .એફ .હુસૈન, એચ . એ . ગાર્ડ અને એસ .એચ . રઝા . ફ્રાન્સિસ ન્યૂટન સોઝા પણ શરૂઆતથી આ ગ્રુપ સાથે હતા . તેમાં વી . એસ . ગાયતોંડે , મોહન સામંત, ક્રિશ્નન ખન્ના , અકબર પદમશી , તૈય્યબ મેહતા , રામ કુમાર અને બાલ છાબડા જેવા બીજા કલાકારો પણ જોડાયા હતા . પીએજી પર યુરોપિયન આધુનિક્તાવાદની ખાસ અસર રહી હતી . જહાંગીર આર્ટ ગેલેરી ફિલ્મ દિગ્દર્શકોનો અડ્ડો જમાવવાનું સ્થળ છે . બાસુ ચેટરજીની 1975ની ફિલ્મ “છોટી સી બાત”માં તમે સમોવારને જોઈ શકશો . અભિતાભ બચ્ચન અને જયા ભાદુરીનો પ્રેમ વિકાસ પણ અહી થયો હતો . સમોવારને લીધે જહાંગીર આર્ટ ગેલેરી પણ સદા ધમધમતી રહે છે અને તેની બહાર ફૂટપાથ પર પેવમેન્ટ આર્ટ ગેલેરી છે . છેલ્લા કેટલાક વર્ષોથી જહાંગીર આર્ટ ગેલેરી અને એનજીએમએની થોડે આગળ કોલાબા વિસ્તાર તો આર્ટ ડીસ્ત્રિક્ટ બની ગયો છે . અહી ચેટરજી એન્ડ લાલ, પ્રોજેક્ટ 88 , સાક્ષી જેવી ઘણી આર્ટ ગેલેરીઓ છે .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s