નારંગી અને વાઘના મલક નાગપુર શહેરની લટાર મારીએ

orange                               index1409746098_Tadoba3મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફળવણીસનું  હોમ ટાઉન ‘નાગપુર’ મહારાષ્ટ્ર રાજ્યની પૂર્વ  દિશા અને મધ્ય પ્રદેશ રાજ્યની સીમા નજીકનું સૌથી મોટું વસ્તી ધરાવતું શહેર છે. ફક્ત ૨૭ વર્ષની નાની વયે દેવેન્દ્ર ફળવણીસ નાગપુર શહેરના મેયર પદે પણ હોદ્દો સંભાળી ચુક્યા છે.નાગપુરના સંતરા અને  વન્ય પ્રાણી વાઘ પ્રખ્યાત છે. વાઘના સવર્ધન માટે  “તાડોબા ” અભ્યારણની મુલાકાત લેવા જેવી છે.

  બ્રિટીશ કાળમાં અહી દેશની સૌ પ્રથમ એગ્રીકલ્ચર કોલેજ સ્થાપવામાં આવી હતી જે હજી પણ અડીખમ ઉભી છે, આ કોલેજની નજીક જ વાઘના સરક્ષણ હેતુ સ્થાપવામાં આવેલું “તાડોબા ઉદ્યાન” પણ છે.બ્રીટીશરએ ‘ઝીરો માઈલ સ્ટોન’ તરીકે પણ નાગપુરને પસંદ કર્યું હતું . ફાયન્શિયલ કેપિટલ મુંબઈ બાદ નાગપુર મહારાષ્ટ્ર રાજ્યની બીજી રાજધાની છે  અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનો  ગઢ પણ નાગપુર માનવામાં આવે છે. મહારાષ્ટ્ર વિધાન સભાનું શિયાળુ સત્ર નાગપુરમાં ભરાય છે. વિવિધતામાં એકતાનું દૃષ્ટાંત હોય તેમ મુસ્લિમ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મની પ્રજા સંપીને રહેતી જોવા મળે છે. શરૂઆતથી જ ઉત્તમ આયોજનને કારણે રેલ, રોડ કે હવાઇ સફર સરળતાથી કરી શકાય છે. ભારતમાં આવેલા બીજા મેટ્રો શહેર જેવા કે મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને કોલકાત્તા શહેર ૧ હજાર કિ.મી.ના અંતરે આવેલા છે. જેને કારણે ફક્ત ૨૪ કલાકની અંદર પહોંચવામાં સરળતા રહે છે. મુખ્ય નેશનલ હાઇ-વે એનએચ-૬ જે મુંબઇ કોલકાત્તાને જોડે છે. એનએચ-૭ દિલ્હી, હૈદરાબાદ હાઇવે નાગપુર શહેરમાંથી પસાર થાય છે. સ્થાનિક અને વિદેશી હવાઇ સફે સરળતાથી કરી શકાય છે. નાગપુર શહેરની મુખ્ય ઓળખ હવે (માલ-સામાનની હેરાફેરી) લોજિસ્ટિક હબ તરીકે ઉભરી આવેલ છે. નાગપુરનું હવાઇ મથક હાલમાં ભારતનું પહેલું નેશનલ હવાઇ કાર્ગો તરીકે જાણીતું બનતું જાય છે. ૪૩૫૪ એકરમાં ઊભો થયેલો ‘મીહાન’ (મલ્ટિ મોડલ ઇન્ટરનેશનલ કાર્ગો હબ એન્ડ એરપોર્ટ) પ્રોજેક્ટ ભારતનો આર્થિક દૃષ્ટિએ અગત્યનો પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે. જ્યાં દેશ-વિદેશના માલની આવનજાવન સરળતાથી કરી શકાશે.નાગપુર નજીક નાગ નદી વહેતી જેનો આકાર સર્પ જેવો હતો એ નદીનું નામ ‘નાગ’ , એટલે એવી કિવદંતી છે કે નાગ નદીના નામે નાગપુર નામ પડ્યું હશે. ભોપાલ પહેલા મધ્યપ્રદેશની રાજધાની નાગપુર રહી ચુક્યું છે. ગોડ પ્રજાતિના લોકો દ્વારા નાગપુરની સ્થાપના અને ત્યાર બાદ મરાઠા શાસન હેઠળ આ શહેર આવ્યું હતું.જોવાલાયક સ્થળ સેવાગ્રામ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૩માં સ્થાપાયેલ આ આશ્રમ છે. જ્યાં ગાંધીબાપુએ તેમના જીવનના ૧૫ વર્ષ ગાળ્યા હતાં. આઝાદીની ચળવળ વખતે બાપુને પસંદ તેવા સામાજિક કાર્યોની શરૂઆતનું મુખ્ય મથક તરીકે સેવાગ્રામ જાણીતું સ્થળ હતું. જે હાલમાં પણ છે. દી-ાા ભૂમિ બૌદ્ઘ ધર્મના ભાવિકોને આકર્ષતું મુખ્ય પવિત્ર સ્તૂન નાગપુર શહેરમાં પર્યટકોને આકર્ષે છે. મહારાજ બાગ અને પ્રાણી સંગ્રહાલય રાજકર્તા ભોંસલેના સમયમાં બાગ બનાવવામાં આવ્યો હતો. થોડા સમય બાદ તેને વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયમાં રૂપાંતર કરવામાં આવ્યો. આ પ્રાણી બાગમાંથી પ્રાણીઓને દત્તક લેવાની નવી યોજના ઘડવામાં આવી છે. જેમાં ૩૫૬ પ્રાણીમાંથી તમને ગમતા પ્રાણી જેવા કે વાઘ, ચિત્તો, શિયાળ અને વરૂને આપ દત્તક લઇને પ્રાણી પ્રત્યે આપનો પ્યાર દર્શાવી શકો છો. સીતાબલુ્દી ફોર્ટ અંગ્રેજોએ ૧૮૫૭માં આ કિલ્લો બાંધ્યો હતો. હાલમાં ત્યાં ભારતીય સેનાની પ્રાદેશિક ઓફિસ આવેલી છે. રાષ્ટ્રીય રજાના દિવસે મુલાકાતીઓને તેને નિહાળવાની પરવાનગી મળી શકે છે.આંબાઝારી તળાવ નાગપુર શહેરમાં કુલ ૧૧ તળાવ છે. શહેરની પશ્ચિમમાં આવેલ આ તળાવ સૌથી મોટું તળાવ છે. આંબાના વૃક્ષથી ઘેરાયેલ હોવાના કારણે ‘આંબાઝારી’ નામે ઓળખાતું હોવાનું માનવામાં આવે છે. ૧૮૭૦ની સાલમાં ભોંસલે રાજ્યકર્તાઓએ બાંધ્યું હતું. નાગપુરમાં આવેલા વિવિધ મંદિરો જેવા કે શ્રી પોદોરેશ્વર રામ મંદિર, બાલાજી મંદિર અને વ્યંકટેશ મંદિર આવેલા છે. મેગ્સાયસે એવોર્ડ વિજેતા બાબા આમ્ટેનું રક્તપિત્તના દર્દીઓની સારવાર માટે ઉભુ કરેલ આનંદવન પણ નાગપુરથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલું છે. નાગપુર શહેર દેશ-વિદેશમાં તેની અનન્ય ઓળખ ઉભી કરીને સ્માર્ટ સિટી બનવા જઇ રહ્યું છે. કઇ રીતે જવું? નાગપુર મોટું શહેર હોવાથી ત્યાં જવા માટે અનેક વાહનો ઉપલબ્ધ છે. નજીકનું રેલવે સ્ટેશન નાગપુર અને હવાઇ મથક પણ નાગપુર જ છે. ક્યારે જવું? વર્ષ દરમ્યાન તમે ગમે ત્યારે નાગપુરની મુલાકાત લઇ શકો છો. ડિસેમ્બરથી લઇને માર્ચ સુધીનો સમય આ શહેરની મુલાકાત માટે શ્રેષ્ઠ ગણાય છે.સડક માર્ગે મુંબઈ-પુણે હાઈવેથી પણ નીકળી શકાય છે, રેલ્વે માર્ગે મુંબઈ, સોલાપુર રેલવે મથકેથી ટ્રેનની ફિકવન્સી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટથી પણ નાગપુર પહોચી શકાય છે.

નાગપુરમાં ગુજરાતી અતિથી ગૃહ

ગુજરાતી યાત્રીઓ કે જેમને શાકાહારી ભોજન માટે અને રહેવા માટે વ્યવસ્થા કરવી હોય તો,  નાગપુર બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો સંપર્ક કરી શકે છે . અહી રહેવા માટે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે.  ભાન્દેવાડી ચોક , વાથોડા, નાગપુર  440 009 મહારાષ્ટ્ર, ભારત

Phone: (0712) 2690824, 2790810. Fax: (0712) 2690823

ગુજરાતી કેળવણી મંડળ, નાગપુર. સી.ટી.પો.ઓ.ની સામે, ઇતવારી,

ગુજરાતી નવસમાજ, લાડપુરા, જૈન દેરાસરની પાસે, ઈતવારી,

લોહાણા સેવા મંડળ અતિથીગૃહ, સેન્ટ્રલ,એવન્યુ, ગાંધીબાગ.

 


Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s