ઓરંગાબાદની મુલાકાતે

index
ભારતના ઓરંગાબાદ શહેરમાં કૈલાસનાથ ટેમ્પલ – ઇલોરાની ગુફા  આવેલી ઇલોરાની ગુફાઓ 1983માં વલ્ડૅ હેરિટેજની યાદીમાં સમાઇ હતી. અતિ પ્રાચીન એવી આ ગુફા 5મી સદીથી 10મી સદીની વચ્ચે બંધાઇ હોવાનું મનાય છે.આ ગુફા પર્વતોના ખડકોમાંથી બનાયેલા મંદિરોને કારણે પ્રખ્યાત છે. કૈલાસનાથ નામની ગુફાએ પર્વતની એક જ શિલામાંથી બનાવાયું છે અને તેમાં મહાદેવ શિવના ફોટાનું સ્થાપન કરાયું છે. 

પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી ભરપૂર એવું ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલું સુંદર પર્યટન સ્થળ છે. ઔરંગાબાદ ચોમેર પહાડોથી ઘેરાયેલું સુંદર કોસ્મોપોલિટિન શહેર છે. ૫૨ દરવાજાવાળા નામથી પ્રસિદ્ધ આ શહેર પર્યટકો માટે હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ શહેરમાં ફરવાલાયક, જોવાલાયક અનેક સ્થળો આવેલાં છે. બીબીનો મકબરો દક્ષિણનો તાજમહાલ ગણાય છે. આ મકબરો મોગલ અને ફારસી વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહેવાય છે. મકબરો ઔરંગઝેબના પુત્ર આજમશાહે તેની માતા રાબિયા બેગમની યાદમાં બનાવ્યો હતો. અતાઉલ્લક ખાન અને હંસપત નામના શિલ્પકારે આ મકબરો બનાવ્યો હતો. આ મકબરાની આસપાસ સુંદર બગીચો, ફુવારા તેમજ તળાવ આવેલાં છે. બીબીના મકબરાથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ગુફાઓ આવેલી છે. ૧૬૦૦ વર્ષ જૂની આ ગુફાઓમાં જાતકકથાઓ અને બૌદ્ધકાલીન બોધિસત્ત્વની મુર્તિઓ જોવા મળે છે.૧૬૪૫માં મલિક અંબર દ્વારા નિર્માણ કરાયેલી પવનચક્કીનો ઉપયોગ તે સમયે અનાજ દળવામાં કરવામાં આવતો હતો. આ પવનચક્કીઓ હજી પણ કાર્યરત છે. ઔરંગાબાદની પશ્ચિમે સોનેરી મહેલ આવેલો છે, જેનું નિર્માણ રાજપૂત સરદાર પહાડસિંહે કર્યું હતું. વળી, ઔરંગાબાદથી ૫૦ કિમી. દૂર આવેલું પૈઠણ નામનું સ્થળ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયાં વિશ્વપ્રસિદ્ધ પૈઠણી સાડી બનાવવામાં આવે છે, જેમાં સોના-ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરંગાબાદ ભારતનાં તમામ શહેરો સાથે વેલ કનેક્ટેડ હોવાથી વર્ષેદહાડે આ શહેરને જોવા માટે ભારતભરના પ્રવાસીઓ આવે છે.ગુજરાતી યાત્રી માટે અતિથી ગૃહ :સજારવાલા દેવડા હિંદુ ધર્મશાળા ટુરિસ્ટ હોમ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s