માથેરાન

matheran2images

મહારાષ્ટ્રમાં હવાખાવાના સ્થળની વાત આવે તો મહાબળેશ્વર, પંચગીની કે લોનાવાલા યાદ આવે, પણ મુંબઈથી ૧૦૮ કી.મી દુર આવેલ માથેરાન પણ યાત્રીઓ માટે નિરાંત મેળવવાનું સ્થળ છે. અહી તમને વાતાવરણમાં પ્રદુષણ જોવા મળતું નથી. અહી પ્લાસ્ટિક અને વેહિકલના વપરાશ પર પ્રતિબંધ હોવાથી દુષિત હવામાન રહેતું નથી. મુંબઈથી રેલ્વે માર્ગે માથેરાન નીકળવું હોય તો સેન્ટ્રલ લાઈન પર આવેલ નેરુલ સ્ટેશનથી પહોચી શકાય છે. મુંબઈથી નેરુલ રેલ્વે સ્ટેશન ૮૭ કી.મી દુર છે. નેરુલથી માથેરાન મીની ટેક્સી કે મીની ટ્રેનથી જઈ શકાય છે. નેરુલથી માથેરાન ૧૦ કી.મી દુર છે. નેરુલથી માથેરાન મીની ટ્રેનથી મુસાફરી કરવાનું નાના ભૂલકાઓ માટે પણ યાદગાર રહે છે. અમનલોજથી માથેરાન સટલ ટ્રેન સેવા શરુ થઇ છે. સપ્ટેમ્બર-મે માસ દરમ્યાન માથેરાનની મુસાફરી કરવી યોગ્ય છે. વર્ષા ઋતુ દરમ્યાન અહી કીચડ અને ભારે વર્ષાને પગલે હવામાન અનુકુળ ન રહેતા યાત્રીઓને અગવડ પડી શકે છે. સમુદ્રથી ૨૬૩૬ ફૂટની ઉચાઈએ માથેરાન આવેલ છે એટલે અહી ઉચાઈથી સુંદર વ્યુ જોવાના અને ફોટોગ્રાફીના રસિક યાત્રી વારંવાર મુલાકાત લેતા હોય છે. અહી કુલ ૩૦ જેટલા સુંદર પોઈન્ટ આવ્યા છે. એલેકઝાંડર પોઈન્ટ, પનોરમા પોઈન્ટ, માયરા પોઈન્ટ માધવજી પોઈન્ટ અને ખંડાલા પોઈન્ટ , ગાર્બેટ પોઈન્ટ, રામબાગ પોઈન્ટ, મર્જારીઝ નુક બેલ્વેદર પોઈન્ટ અને લોર્ડ, સેલિયા અને કિંગ જ્યોર્જ પોઈન્ટ, કિંગ એડ્વર્ડ પોઈન્ટ, એકો પોઈન્ટ , પે માસ્તર પાર્ક, મલંગ પોઈન્ટ, મંકી પોઈન્ટ આવેલ છે. અહી નજીકમાં ફોરેસ્ટ પાર્ક અને સીમ્પન્સન ટેંક તથા બેતાલેશ્વર મંદિર પણ આવેલ છે.

નેરળથી માથેરાન જવાનો ટ્રેનનો સમય :

નેરળથી          માથેરાન પહોચે        માથેરાનથી             નેરળ      

૦૭-૩૦           ૦૯-૩૦                      ૦૭-૦૦                 ૦૮-૩૫

૯-૦૦             ૧૧-૧૦                       ૯-૫૦                    ૧૧-૩૫      

૧૦-૩૦           ૧૨-૨૫                       ૧૩-૫૦                   ૧૫-૨૫

૧૧-૪૦           ૧૩-૪૫                      ૧૫-૧૫                   ૧૬-૫૦

૧૭-૫             ૧૯-૦૦                    ૧૬-૩૦                     ૧૮-૧૦

અહી બુકિંગ માટે મહારાષ્ટ્ર રાજ્ય પર્યટન વિભાગની વેબસાઈટ દ્વારા પણ ઓનલાઈન સંપર્ક કરી શકાય છે.

બુકિંગ માટે  MTDC HOLIDAY RESORT

WEBSITE: WWW.MAHARASHTRA.GOV.IN

E-MAIL:  INFO@MTDCDECCANODYSSEY.COM

                022 22026713, 022 22024627

ગુજરાતી યાત્રી માટે અતિથી ગૃહની વ્યવસ્થા

મણિબહેન જગમોહનદાસ હિંદુ સેનેટોરિયમ

પાંડે પ્લે ગ્રાઉન્ડ નજીક – માથેરાન -૪૧૦૧૦૨

બુકિંગ માટે શ્રી સુરેશભાઈ મેહતા

મોબાઈલ : ૦૯૨૨૩૪૨૧૯૩૩ , ૦૨૨ ૨૩૮૬૬૩૪૭

અશોકભાઈ મેહતા ૦૯૨૨૩૪૨૧૯૩૨

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s