મહારાષ્ટ્રનું દાર્જીલિંગ પંચગીની

24-1398340668-800px-sydney-point-panchghani

એતિહાસિક વિગત એવી છે કે ઈ.સ ૧૮૫૦માં બ્રીટીશર જોન ચેસ અહી શોધખોળ માટે આવ્યા હતા. ત્યાર બાદ બીજા ૨૪ બ્રીટીશરની ટોળી પાછળથી જોડાઈ. બ્રીટીશર  ચેસ દ્વારા  વિશ્વભરમાંથી અહી જુદી જુદી જાતના વૃક્ષો વાવવામાં આવ્યા. ધીરે ધીરે આ સ્થળ હવાખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત થયું. ઉટી અને દાર્જીલિંગ સાથે પણ પંચગીનીની સરખામણી થાય છે. પાંચ ડુંગરથી ઘેરાયેલા આ વિસ્તારનું નામ પંચગીની પડ્યું છે. પંચગીની ફરવા જવું હોય તો આખું વર્ષ ફરી શકાય પણ ઉનાળો અને શિયાળો વધુ અનુકુળ છે. જૈન અને ગુજરાતી,કચ્છી પરિવારો જેઓ શાકાહારી ભોજનના આગ્રહી છે તેમને માટે અહી આરોગ્યધામ અતિથી ભુવનમાં શાકાહારી વ્યંજનની વ્યવસ્થા છે. અહી ૧૦ કી.મી દુર છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજી સ્વામી રામદાસની સમાધિ છે. અહી વાઈ (૧૨ કી.મી )નામે નાનકડું ગામ છે અહી કૃષ્ણા નદી વહે છે. આ ગામના પ્રાચીન ગણપતિ મંદિરના દર્શને ભક્તો આવે છે. અહી કશી વિશ્વેશ્વર મંદિર અને બૌદ્ધ ધર્મની ગુફાઓ લોનારા(૭ કી.મી ) પણ આવી છે.

હવાઈ માર્ગે : પુણે એરપોર્ટથી ૧૦૦ કી.મી દુર આવેલ છે બીજા શહેરો સાથે પણ પુણે એરપોર્ટની કનેકટીવીટી જોડાયેલી છે. 

રેલ્વે માર્ગ : પંચગીનીથી પુણે રેલ્વે સ્ટેશન ૧૦૦ કી.મી દુર છે. સતારા રેલ્વે સ્ટેશન ૪૪કિ.મી દુર છે.

સડક માર્ગે : મહાબળેશ્વરથી ૧૯ કી.મી, પુણેથી ૧૦૦ કી.મી, સતારાથી વાઈ થઇ 44 કી.મી અને નાશિકથી ૩૦૬ કી.મી અને મુંબઈથી ૨૫૮ કી.મી દુર આવેલું છે.

અહી જોવાલાયક સ્થળમાં હેરીસન ફોલ, રાજપુરી ગુફા, ધોમ, પ્રતાપ ગઢ, ટેબલ લેન્ડ, ગ્રોવર પોઈન્ટ,બોમ્બે પોઈન્ટ, કાચવાન પોઈન્ટ, મેહરબાબા ગુફા, પારસી પોઈન્ટ, એપેકસ પોઈન્ટ, ડેવિલ્સ કિચન, હેરીસન ફોલ, વાઈ, સિડની પોઈન્ટ, મેનાવલી, રાજગઈ ફોર્ટ(૮૦ કી.મી ), મહાબળેશ્વર વગેરે જોવાલાયક સ્થળ છે.  

વિશ્રામ સ્થળ અંગે માહિતી

રાજલક્ષ્મી આરોગ્યધામ

પ્લોટ નંબર ૪૭૧ , એસ.ટી બસ સ્ટેન્ડની બાજુમાં, કીમીસ સ્કુલની સામે,

પુના મહાબળેશ્વર રોડ, પંચગીની (જી સતારા ) – ૪૧૨૮૦૫

આરોગ્યધામ માટે મુંબઈ ઓફીસ બુકિંગ સરનામું

લક્ષ્મીચંદ ધારશી ચેરીટેબલ ટ્રસ્ટ

૧૩૭/૪૧ કલકત્તાવાળા બિલ્ડીંગ, ૨ જે માળે, સેમ્યુઅલ સ્ટ્રીટ

મસ્જીદ બંદર, મુંબઈ ૪૦૦ ૦૦૯

ફોન : ૦૨૨-૨૩૪૭૫૬૧૧

મોબાઈલ : ૦૮૮૭૯૬૭૭૭૦૯

અહી મુલાકાત લેનાર કે બુકિંગ કરાવનાર વ્યક્તિ જોડે આઈ ડી કાર્ડ હોવો જરૂરી છે. પાંચ વર્ષથી ઉપરના બાળકો માટે રૂ.૧૦૦ વધારાના ચુકવવા પડશે. આરોગ્ય ધામ માટેની ડીપોઝીટની રકમ રૂમનું પઝેશન લેતી વખતે પહેલાં ૩ દિવસના રૂ.૧૦૦૦/- અને ત્યાર બાદ પ્રતિ દિવસના પ્રતિ રૂમના રૂ. ૨૫૦ મુજબ રકમ ભરવાની રહેશે. અહી ડ્રો પદ્ધતિ તેમજ બે મહિના પહેલા બુકિંગ કરવાના નિયમ છે. અહી ભોજન તેમજ નાસ્તાના ચાર્જ અલગ લેવામાં આવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s