નાશિક – ત્રયંબકેશવર

Trimbakeshwar-Temple

મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ નાશિક હિંદુઓની ધાર્મિક આસ્થાનું શહેર છે, વળી અહી ૧૨ જ્યોતિલિંગમાનું એક જ્યોતિલિંગ ત્રયંબકેશવર આવેલ છે. વળી અહી દર ૧૨ વર્ષે કુંભ મેળો પર ભરાય છે. નાશિકની આબોહવા એકંદરે ખુશનુમા હોય છે. જાન્યુ –એપ્રિલ અને ઓક્ટોબરથી ડીસેમ્બર માસ દરમ્યાન નાશિક ફરવા માટે અનુકુળ છે. નાશિક શહેર સેન્ટ્રલ લાઈન પર આવેલ હોવાથી અહી દરેક શહેર સાથે રેલવે કનેકટીવિટી છે. નાશિક સીટી રેલ્વે સ્ટેશનથી આશરે ૯ કિલોમીટર દુર રેલ્વે સ્ટેશન આવ્યું છે. હવાઈ માર્ગે નાશિક પહોચવું હોય તો મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટથી ફ્લાઈટ કનેકટીવીટી મળશે. સડક માર્ગે મુસાફરી કરવી હોય તો મુંબઈથી ૧૭૮ કી.મી, પુણેથી ૨૦૨ કી.મી, નાગપુરથી ૬૮૩ કી.મી અને મહાબળેશ્વર ૩૨૨ કી.મી અને શિરડીથી ૧૧૭ કી.મી, સોલાપુરથી ૩૬૭ કી.મીનું અંતર છે. અહી લક્ષ્મણે સુપર્ણખાનું નાક કાપ્યું હતું, એવી કિવદંતી છે, એટલે શહેરનું નામ નાશિક પડ્યું છે. અહી પવિત્ર ગોદાવરી નદી વહે છે. અહી સુંદર વિષ્ણુ મંદિર પણ સ્થાપિત છે. અહી કાળા પત્થરમાંથી નિર્મિત શ્રી રામની પ્રતિમા પણ જોવા જેવી છે જેને કાલારામજી મંદિર(પંચવટી) તરીકે ઓળખવામાં આવે છે સાથે સાથે રામેશ્વર શિવ મંદિરના પણ દર્શન કરી શકાય છે. અહી પવિત્ર કુંડ પણ આવ્યો છે જ્યાં દશરથ રાજાનું શ્રાદ્ધ શ્રી રામે કરાવ્યું હતું. પંચવટી એટલે પાંચ વડનો પ્રદેશ.જ્યાં રામ-લક્ષ્મણ અને જાનકીજી એ થોડો સમય વનવાસ ગાળ્યો હતો. ત્રયંબકેશવર નાશિકથી ૨૦ કી.મીના અંતરે આવ્યું છે અહી બ્રહ્મગિરી પર્વત આવેલ છે, અહીથી ગંગા નીકળે છે એટલે ગંગા દ્વાર પણ કહેવામાં આવે છે. અહી ગંગાજી ગુપ્તપણે કુશાવર્ત કુંડમાં આવે છે એવી લોકવાયકા છે.

ગુજરાતી યાત્રી માટે વિશ્રામગૃહની વ્યવસ્થા અહી કરવામાં આવેલ છે.

ઝવેરભાઈ આરોગ્ય ભવન

માનસ હોટેલની બાજુમાં,

કારંજી, પંચવટી – નાશિક

ફોન : ૦૨૫૩ ૨૫૧૨૬૧૩

અહી બજેટ અનુરુપ રૂ.૩૦૦ થી રૂ. ૮૦૦ સુધીના રૂમની વ્યવસ્થા છે. અહી યાત્રીએ સ્વય પણ રસોઈ બનાવવી હોય તો અહી વાસણ – ગેસ – કુકરની વ્યવસ્થા છે.

 ૧ મુક્તિધામ સ્ટેશન રોડ.    

૨. ઝવેરભાઈ આરોગ્ય ભુવન, પંચવટી.     

૩. સુરતવાળાની ધર્મશાળા.     

૪. ભાટિયા ધર્મશાળા, પંચવટી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s