મહાબળેશ્વર

6895035177_6ecb1220b2૮૦-૯૦ના દાયકાની મોટેભાગની સ્મોલ બજેટ ફિલ્મના શુટિંગ ક્યાં તો છોટા કાશ્મીર એટલે કે ફિલ્મ સીટીમાં હોય, ઉટીમાં, રામોજી ફિલ્મ સીટીમાં અથવા મહાબળેશ્વરમાં હોય એમ માનવામાં આવતું. મધ્યવર્ગના પરિણીત યુગલ માટે પણ હનીમુન સ્પોટ તરીકે મહાબળેશ્વર ફેવીરિટ હતું. ૧૩૭૨ મીટર અલ્ટીટ્યુડ પર આવેલું મહાબળેશ્વર મહારાષ્ટ્રનું ખુબ જ જાણીતું હવાખાવાનું સ્થળ છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ થી મે મહિના દરમ્યાન મહાબળેશ્વરનું હવામાન ફરવા યોગ્ય છે. ચોમાસામાં વધુ વરસાદને પગલે યાત્રીઓને અગવડ પડે એવી સંભાવના રહેલી છે.

હવાઈ માર્ગે : નજીકનું ઉડ્ડયન કેન્દ્ર પુણે છે. પુણે ૧૨૦ કી.મી સ્થિત છે.

રેલ માર્ગ : નજીકનું રેલ મથક સતારા છે જે ૫૩ કી.મીના અંતરે છે. પુણે રેલ્વે મથક વધુ સુગમ છે કારણ કે ફક્ત ૧૨૦ કી.મીનું અંતર છે.

સડક માર્ગ : ઓરંગાબાદથી ૩૪૮ કી.મી, કોલ્હાપુરથી ૧૭૮ કી.મી, લોનાવાલા ૧૮૪ કી.મી, મુંબઈ ૨૩૭ કી.મી અને પનવેલ, મહાડ ૨૩૮ કી.મી અને સતારા ૫૩ કી.મીનું અંતર છે.

વિશ્રામ ગૃહ

એમ.ટી.ડી.સી હોલીડે રિસોર્ટ

ફોન : ૨૬૦૩૧૮ ફેક્સ : ૨૬૦૩૦૦

મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન

સીડીઓ હત્મેનટ્સ, નરીમાન પોઈન્ટ

મુંબઈ : ફોન : ૨૨૦૨૬૭૧૩, ૨૨૦૨૪૬૨૭

ફેક્સ : ૨૨૮૫૨૧૮૨

અહી જોવાલાયક સ્થળ

આર્થર સીટ (૧૨ કિલોમીટર ) બાબીગટન પોઈન્ટ ( ૩.કી.મી) બોંબે પોઈન્ટ ( ૩ કી.મી ) કોનોટપીક ચાયનામેન્સ વોટર ફોલ્સ ( ૪ કિલોમીટર ) ધોબી વોટર ફોલ, એલીફન્ટસ હેડ ( ૬ કી.મી ) એલ્ફીસ્ટન પોઈન્ટ (૧૦ કી.મી )હેલન્સ પોઈન્ટ – હન્ટર પોઈન્ટ ( ૪ કી.મી ), કોટઝ પોઈન્ટ ( ૭ કી.મી), લીગ્મલા વોટર ફોલ્સ ( ૬ કિલોમીટર )માર્જોરી પોઈન્ટ ( ૧૦ કી.મી ) જુનું મહાબળેશ્વર ( ૫ કી.મી ) જ્યાં ક્રિષ્ના બાઈનું શ્રી રામનું તથા હનુમાનનું મંદિર અને મહાબળેશ્વરનું મંદિર છે એના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું મહાબળેશ્વર પડ્યું છે. અહી વેણણા સરોવર છે ત્યાં યાત્રીઓ માટે બોટિંગનું વ્યવસ્થા છે.

મહાબળેશ્વર નજીક જોવા જેવા સ્થળ :

પ્રતાપ ગઢ : અહી કિલ્લો જોવા યાત્રીઓ ઉમટે છે. આ કિલ્લાનું નિર્માણ ૧૬૫૬માં કરવામાં આવ્યું હતું. અહી એવી લોકવાયકા છે કે છત્રપતિ શિવાજી મહારાજ અહી રેહતા હતા અને ક્યારેક એમનું વિશ્રામ કરવાનું આ સ્થળ હતું. આ કિલ્લામાં માં ભવાનીનું મંદિર પણ સ્થાપિત છે.

રાયગઢ કિલ્લો : મહાબળેશ્વરથી ૮૦ કી.મી દુર આ કિલ્લો આવ્યો છે. ઈ.સ ૧૬૬૪થી ૧૬૮૦ સુધી મરાઠા સામ્રાજ્યનું પાટનગર રાયગઢ હોવાનું એતિહાસિક દસ્તાવેજમાં જણાવવામાં આવે છે.

સિહ્ગઢ (કોન્ડા) કિલ્લો : મહાબળેશ્વરથી ૯૬ કી.મી દુર આવ્યો છે. પશ્ચિમ ભારતનો આ એક અભેદ્ય કિલ્લો ગણાતો હતો.

તાપોલા : ફિલ્મ સીટીના છોટા કાશ્મીરની જેમ મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી ૩૦ કી.મી દુર તાપોલા નામે સ્થળ પણ મીની કશ્મીર તરીકે ઓળખાય છે. એસ.ટીની બસ તાપોલા જવા માટે મળી રહે છે. ફોરેસ્ટ પ્રેમીઓને અહીનું ગાઢ જંગલ ખુદવાની ખેવના હોય તો તેમને રસ પડશે. અહી વાસોટા કિલ્લો આવ્યો છે. અહી તળેટી સુધી પહોચવા માટે તાપોલાની બોટ કલબનો સંપર્ક પણ કરી શકાય છે.

વાઈ : મહારાષ્ટ્રના દક્ષિણ કાશી તરીકે, ક્રિષ્ના નદીના તટે અને મહાબળેશ્વરથી ૩૨ કિલોમીટર દુર આવેલું વાઈ યાત્રાધામ તરીકે વિખ્યાત છે. અહી પ્રાચીન વિનાયકજીનું મંદિર આવ્યું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s