કોલ્હાપુર

 યાદવોએ વસાવેલું કોલ્હાપુર મોગલોએ ઈ.સ ૧૬૭૫માં જીતી લીધું હતું પરંતુ ત્યારબાદ છત્રપતિ શિવાજીએ તેને જીતી લીધું. ત્યારબાદ શિવાજી મહારાજના પુત્ર રાજારામે તેમની રાજધાની પન્હાળાથી ખસેડીને કોલ્હાપુરને ૧૭૦૮માં રાજધાની બનાવી. એકાવન પીઠમાનું એક કોલ્હાપુર છે. આ પવિત્ર પ્રદેશમાં ૨૫૦ જેટલા મંદિર આવેલા છે. બેસ્ટ સીઝન ઓક્ટોબર મહિનાથી મે મહિનાની સીઝન છે.

ફ્લાઈટ : મુંબઈ અને બેલગામ સાથે ફ્લાઈટની કનેકટીવીટી જોડાયેલી છે.

જમીન માર્ગ : મુંબઈ-બેંગ્લોર હાઈવે સ્થિત કોલ્હાપુર આવ્યું છે. મુંબઈથી ૩૯૫ કી.મી પુણેથી ૨૨૫ કી.મી, રત્નાગીરીથી ૧૨૮ કી.મી, સાંગ્લીથી ૯૬ કી.મી, બેલગામથી ૧૦૫ કી.મી, પન્હાળાથી ૧૮ કી.મી, શોલાપુરથી ૨૫૪ કી.મી, સતારાથી ૧૨૮ કી.મી, આંબોલીથી ૧૧૨ કિ.મી દુર આવેલું છે.

                                                       કોલ્હાપુરમાં રહેવા માટે :

૧) PWDimages (1)  રેસ્ટ હાઉસ KAWALANAKA

2) RAILWAY RETIRING ROOM, RAILWAY STATION

3)   ટુરિસ્ટ હોટેલ રૂમ E ન્યુ શાહીપુરી,સ્ટેશન રોડ. TEL NO: 02312650826

4)   હોટેલ મહારાજા ૫૧૪, સ્ટેશન રોડ.TEL NO: 02312650826

5)     હોટલ સમ્રાટ:     TEL NO: 02312657101

6)   હોટલ પંચશીલ:   517, A/2, શિવાજી પાર્ક -૧ TEL NO: 02312660660

કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર

પંચગંગાને કિનારે મહાલક્ષ્મી મંદિર જે ચાલુક્ય રાજા કરણદેવે ૬૩૪માં બંધાવ્યું હતું. મંદિરના છતની દીવાલ પર અઠ દિગપાલ ભગવાન વિષ્ણુ સાથે ખુબ જ સુંદર કારીગરી કરીને દર્શાવ્યા છે. મંદિરમાં બ્લેક માર્બલમાંથી બનાવેલ દક્ષિણતર મુખ (ચતુમર્ખ)રાખેલ માતાજીની મૂર્તિના દર્શન થાય છે. દર શુક્રવારે દેવીને મંદિરની ફરતે ફેરવવામાં આવે છે. મંદિર નજીક પુરાતન કાળના મહેલના અવશેષ પણ જોવા મળે છે. મંદિરની પશ્ચિમે બ્રહ્મપુરી હિલ નજીકમાં બિન ખંભા ગણપતિ મંદિર આવેલ છે. અહી જૈન મંદિર, શંકરાચાર્યનો મઠ, બુબુજમાલ દરગાહ છે. કોલ્હાપુરમાં કુસ્તીબાજોના અખાડા પણ જોવા મળશે. સવારથી સાંજ સુધી આ અખાડાઓમાં કુસ્તીનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિર નજીક પ્રાચીન રજોરા મહેલ પણ આવેલ છે. ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રીનું આ હોમટાઉન છે. ભાગ્યશ્રી પટવર્ધન રાજકુટુંબની દીકરી છે. દર વર્ષે દશેરા અને અન્ય ઉત્સવ નિમિતે પરવર્ધન રાજપરિવાર શહેરની મુલાકાતે નીકળે છે.અહી નજીકમાં રાન્કલા લેઈક પણ આવેલો છે, જેની મધ્યમાં એક મંદિર પણ આવેલું છે. સરોવરની દક્ષિણ દિશામાં શાલીની પેલેસ, ટાઉન હોલ તથા મ્યુઝીયમ પણ આવેલું છે. આઝાદી પૂર્વે વર્ષ ૧૯૪૫માં ખોદકામ સમયે કોટીતીર્થના અવશેષ મળી આવ્યા હતા. તે અવશેષ મ્યુઝીયમમાં જોવા મળે છે. અહી પંચગંગા ઘાટ સ્થિત શિવાજી અને શમ્ભાજીની સમાધિ આવેલ છે.પંચગંગા ઘાટમાં સ્નાન કરીને યાત્રિકો આશીર્વાદ મેળવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s