લોનાવાલાની ચીક્કી લેતા આવજો હો

lonawala  lonawala.2 lonavala 1

લોનાવાલા મુંબઈ-પુને હાઈવે સ્થિત આવ્યું છે. મુંબઈથી ફક્ત ૧૦૦ કિલોમીટરના અંતરે લોનાવાલા આવ્યું છે. રેલ્વે-બસ અને ટેક્સી દ્વારા પણ લોનાવાલા યાત્રી આવી શકે છે . લોનાવાલા સ્થિત વિકેન્ડમાં મુંબઈથી ગુજરાતી-કચ્છી પરિવારો અહી બાળકો સાથે રીલેક્સ થવા  આવે છે અને પ્રકૃતિના ખોળામાં નિરાંત મેળવે છે. લોનાવાલાની ચીક્કી અને કોકમ શરબત પ્રખ્યાત છે.  અહી યાત્રી માટે  રિસોર્ટથી લઇ બજેટ હોટલ, કોટેજ રહેવા માટે ઉપલબ્ધ છે. યાત્રીઓને નાના બજેટમાં પરિવાર સાથે પીકનીક માણવી હોય તો લોનાવાલા અચૂક જવા જેવું છે. della-adventure-pvt-ltd

ડેલા એડવેન્ચર પાર્ક પણ બાળકોની ફેવરીટ પીકનીક સ્પોટ  છે.ડેલા એડવેન્ચર પાર્કમાં અબાલ વૃદ્ધો અને બાળકો હોશે હોશે એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટીવીટીમાં ભાગ લે છે.  રીયાલીટી શો બીગ બોસનું ઘર પણ લોનાવાલા સ્થિત છે. જયારે પણ બીગ બોસની સીઝનનું પ્રસારણ શરુ થાય એટલે હોસ્ટ સલમાન ખાનની એક ઝલક મેળવવા ચાહકોના ટોળા ઉમટી પડે છે. સમગ્ર ભારત કે ગુજરાતથી આવતા યાત્રીઓ માટે લોનાવાલાની મુલાકાત લેવાની બેસ્ટ સીઝન છે ઓક્ટોબરથી મે મહિનો. અહી આબોહવા એકંદરે ખુશનુમા છે, એટલે વધુ અસહ્ય ગરમી કે ઠંડીનો વ્યાપ અહી નથી. વિમાન માર્ગે  પુનેથી ૬૭ કિલોમીટરનું અંતર અને રેલ માર્ગે મુંબઈ-પુને રેલ્વે લાઈન પર લોનાવાલા ૧૧૮ કિલોમીટર પર આવેલું છે. ટાઈગર પોઈન્ટ, ડયુક્સ નોઝ, કોરીગર ફોર્ટ અને લોહ્ગઢ એ ફેમસ પીકનીક સ્પોટ છે. અહી રમણીય જળધોધ અને કાર્લા ગુફા પણ આવેલી છે. ગુફામાં બૌદ્ધ શિલ્પકળાના ૩૮ થાંભલાના સ્થાપત્ય જોઈ અભિભૂત થશો.

અતિથી ગૃહની માહિતી

ગુજરાતી અતિથી ભવન ટ્રસ્ટ,

તુંગાલી હિલ, એચ.ડી.એફ.સીની પાછળ

લોનાવાલા – ૪૧૦૪૦૧

સંપર્ક : ૦૨૧૧૪૨૭૩૧૪૪

અહી દિવસ દીઠ રૂમના ભાડાની રકમ  ૩૦૦/- , ૫૫૦/-,  ૭૫૦/- , ૧૦૦૦ /- થી ૧,૧૦૦/- હોય છે, જેમાં વિવિધ ડોરમેટરી, એક બેડરૂમ , બે બેડરૂમ તથા બે બેડ રૂમ અને કિચનની સગવડ આપવામાં આવે છે. રૂમદીઠ ઇન્વટરના આશરે  રૂ.૮૦ અલગથી પ્રવાસીએ ચુકવવાના રહે છે અને ટીવી માટે રૂ. ૧૦૦ અલગથી ચુકવવાના હોય છે. આ ગુજરાતી અતિથી ભવન ટ્રસ્ટમાં કોઈ પણ જ્ઞાતિના ગુજરાતી ભાઈ-બહેન રહી શકે છે. અહી ચેક-આઉટનો સમય સવારે ૧૦ વાગ્યે હોય છે. મુંબઈથી ખાનગી ટેક્સી, રેલ્વે અને બસ માર્ગે પણ લોનાવાલા જઈ શકાય છે.

એન.આર.આઈ કે મહારાષ્ટ્ર રાજ્યની બહારથી આવતા પ્રવાસી કે જેમને એડવાન્સ બુકિંગ કરાવવું હોય તો મુંબઈ સ્થિત સંપર્ક કરી શકે છે.

ગુજરાતી અતિથી ભવન ટ્રસ્ટ,

રાધા નિવાસ, પહેલે માળે, એસ.કે પાટીલ ઉદ્યાનની પાછળ,

૧૦/૧૨ નવરોજી શેઠ લેન

ઠાકુર દ્વાર

મુંબઈ – ૪૦૦ ૦૦૨

સંપર્ક : ૦૨૨ ૨૨૦૮૬૩૮૩ / ૦૨૨ ૨૨૦૭૧૨૩૮

સમય : ૧૧.૩૦ થી ૫.૩૦

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s