સહ્યાદ્રીની સફરે

  •  sahyadriમહારાષ્ટ્ર રાજ્યની મુલાકાત લો અને સમૃદ્ધ કોકણ પ્રદેશ એટલે કે સહ્યાદ્રી પ્રદેશની મુલાકાતે નાં જાવ તો, યાત્રા અધુરી કહેવાય. સહ્યાદ્રીની ગિરિમાળા પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી છે . સહ્યાદ્રીની ગિરિમાળાની  સફરે  નીકળો ત્યારે હારબંધ ખીણો પણ જોવા મળશે. નાણેઘાટ ખીણ, અંબોલી ઘોરી  નદીની ખીણ  અને મલશેજ ખીણ વગેરે વગેરે.
  • કુક્ડેશ્વર મહાદેવનું શિવાલય કાળા પથ્થરની દીવાલનું બનેલું છે. મંદિરની છતનું સમારકામ બાકી છે. થોડું ઘણું સમારકામ પુરાતત્વ વિભાગ તરફથી હાથ ધરવામાં આવ્યું હતું. અહી ગણેશજી અને વરાહજીની પ્રતિમા પણ છે. મંદિરની દીવાલ પર શિવપાર્વતીના   શિલ્પ અદભુત અને નટરાજ સ્વરૂપ શિલ્પની ઝાંખી પણ જોવી ગમે એવી છે. ગર્ભગૃહમાં શિવલિગ અને છતમાં કમળકૃતિ સ્થાપિત છે. શિલ્પ, કળા  અને પ્રકૃતિના પ્રેમીઓને આ સ્થળ ખુબ જ મનોહર લાગશે.
  • નાણેઘાટ  ખીણની  દક્ષિણ દિશાથી  અને  કુક્ડેશ્વર મહાદેવ નજીકથી કૂકડી  નદી  નીકળે છે. ત્યાંથી આગળ આ  નદી રાજૂર તરફ વહે છે. અહી નદી પર એક બંધ અને  જળાશય પણ છે. આ જળાશય માણિક ડોહ સરોવર તરીકે ઓળખાય  છે. અહી  યાત્રીઓને  સફર દરમ્યાન  થાક ઉતારવા માટે  એક  વિશ્રામ ગૃહની  વ્યવસ્થા છે. પ્રભાતે  સૂર્યોદય અને સંધ્યાએ  સુર્યાસ્ત  જોવાનો નજારો જેમને ગમતો હોય  તેવા  પ્રવાસીઓ  માટે આ સ્થાન મજાનું છે. અહી પહાડોની  વચ્ચેથી  અદભુત સૂર્યોદય અને  સુર્યાસ્ત  જોઈ શકાશે. પ્રાચીન કિલ્લાઓ   અહી  પહાડોની  હારમાળા  વચ્ચે પથરાયેલા  જોવા મળશે. અહીથી ઉત્તરે  હડસર, હાટકેશ્વર , નિમગીરી , દેવદાંડ્યા  વગેરે જેવા ડુંગરા  છે. જયારે દક્ષિણ દિશામાં  ચાંવડ અને  જીવધન  નામે  ડુંગરાની હારમાળા છે. અહી  પૂર્વમાં  વિખ્યાત  શિવનેરી કિલ્લો  દેખાય  છે.
  • શિવનેરી ડુંગરના તળિયેથી સરોવરની દક્ષિણ બાજુએથી કુકડેશ્વર મંદિર આવ્યું છે. કુક્ડેશ્વર મંદિરની ઉત્તરે નીકળો તો મલશેજ ઘાટ નીકળવું હોય તો નીકળી શકાય છે. ઉત્તરનો રસ્તો સર્પ જેવો વાંકોચૂકો અને લાંબો છે.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s